પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકની ધરપકડ, જુઓ-Video

|

Apr 28, 2024 | 3:32 PM

ગુજરાતના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્ર્ગ્સ પકડાયાના સમાચાર સામે આવ્યા છે. પોરબંદ દરિયાની નજીક ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી 90 કિલો ડ્ર્ગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

પોરબંદરમાં ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓનું મોટું ઓપરેશન પાર પાડ્યું છે. મળતી માહિતી મુજબ પોરબંદર જળસીમા નજીકથી 14 પાકિસ્તાની નાગરીકો 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા છે. NCB અને ગુજરાત ATSનું દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ. જેમાં ડ્રગ્સ સહિત પાકિસ્તાની નાગરીકો પણ ઝડપાયા છે.

સુરક્ષા એજન્સીને કેટલાક દિવસો આ અંગે ઇનપુટ મળી રહ્યા હતા જેના આધારે NCB અને ATSએ આ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મોટી સફળતા મળી છે. આતંર રાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિમંત રુપિયા 600 કરોડ છે.

ગુજરાતના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્ર્ગ્સ પકડાયાના સમાચાર સામે આવ્યા છે. પોરબંદર દરિયાની નજીક ગુજરાત એટીએસ એને એનસીબીના સંયુક્ત ઓપરેશન હાથ ધરી 86 કિલો ડ્ર્ગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જે અંગે પોલીસ હાલ કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

તમને જણાવી દઈએ કે થોડા સમય અગાઉ જ પોરબંદર દરિયાકાંઠેથી 480 કરોડનું ડ્રગ્સ સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ફરીએક વાર ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાતા મામલો ગંભીર બન્યો છે. ગુજરાત એટીએસ આ અંગે તપાસ કરી રહી છે .

(ઈનપુટ- હીતેશ ઠકરાર)

Published On - 3:11 pm, Sun, 28 April 24

Next Article