લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીને લઈ અહેમદ પટેલના પુત્ર-પુત્રી આમને - સામને? મુમતાઝ બાદ ફૈસલ કહી રહ્યા છે  હું તો લડીશ

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીને લઈ અહેમદ પટેલના પુત્ર-પુત્રી આમને – સામને? મુમતાઝ બાદ ફૈસલ કહી રહ્યા છે ” હું તો લડીશ “

| Updated on: Jan 26, 2024 | 8:39 AM

ભરૂચ : આગામી લોકસભા ચૂંટણીમાં સાડા ત્રણ દશક બાદ અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ તૈયારી કરી રહ્યો છે. કોરોનાકાળમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ પહેલા તેમના પુત્રી મુમતાઝ પટેલ ટિકિટ માટે દાવો કરી ચુક્યા છે તો હવે હેમત પટેલ પુત્ર ફૈસલ પટેલ પણ પોસ્ટર લગાડી કહી રહ્યા છે કે "હું તો લડીશ"...

ભરૂચ : આગામી લોકસભા ચૂંટણીમાં સાડા ત્રણ દશક બાદ અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ તૈયારી કરી રહ્યો છે. કોરોનાકાળમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ પહેલા તેમના પુત્રી મુમતાઝ પટેલ ટિકિટ માટે દાવો કરી ચુક્યા છે તો હવે અહેમદ પટેલ પુત્ર ફૈસલ પટેલ પણ પોસ્ટર લગાડી કહી રહ્યા છે કે “હું તો લડીશ”…

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં પહેલું પોસ્ટર લાગ્યા બાદ ફૈસલ પટેલનું કોઈ નિવેદન સામે આવવાની રાહ જોવાઈ હતી પણ મૌન રહી ફૈસલ વધુ પોસ્ટર લગાડવાની કામગીરી આગળ ધપાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અહેમદ પુત્રી મુમતાઝ પટેલ ટિકિટ માટે દાવો કરી ચુક્યા છે જેમણે છોટુ વસાવા સહિતના નેતાઓનું તેમને સમર્થન હોવાની પોસ્ટ મૂકી શક્તિ પ્રદર્શન  કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાઈના પોસ્ટર મામલે મુમતાઝ પણ કંઈ બોલવા તૈયાર નથી !

હવે ફૈસલ પટેલ પણ ચૂંટણી જંગમાં મેદાનમાં હોવાનું સૂત્રો સંકેત આપી રહ્યા છે. ફૈસલે હજુ કોઈ રાજકીય પક્ષના સમર્થન  કે સત્તાવાર ઉમેદવારીની જાહેરાત કરી નથી પણ પોસ્ટર ઘણું બધું જણાવી રહ્યા છે. આ મામલે અહેમદ પટેલના પુત્ર-પુત્રી આમને – સામને હોવાના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">