બોટાદ : ગઢડામાં ATMમાંથી ચોરીના કેસમાં તપાસ તેજ, પોલીસે આરોપીઓને સાથે રાખી કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
ATMના સિક્યુરિટી ગાર્ડે આર્થિક સંકડામણને લઇ અન્ય શખ્સો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. શખ્સોએ ગેસ કટર વડે ATMને તોડીને 36.66 લાખની ચોરી કરી હતી. જો કે, પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદના ગઢડામાં SBIના ATMમાં થયેલી ચોરીના કેસને લઇ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. પોલીસે આરોપીઓને સ્થળ પર લઇ જઇને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને શખ્સોએ ચોરીને કઇ રીતે અંજામ આપ્યો હતો. તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અગાઉ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 5 દિવસના રિમાન્ડ માગતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ATMના સિક્યુરિટી ગાર્ડે આર્થિક સંકડામણને લઇ અન્ય શખ્સો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. શખ્સોએ ગેસ કટર વડે ATMને તોડીને 36.66 લાખની ચોરી કરી હતી. જો કે, પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો બોટાદ: ગઢડામાં ATMમાંથી લાખોની ચોરી કરનાર પકડાયા, સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ 4 આરોપીની ધરપકડ
Latest Videos