લોકસભાની ચૂંટણી શાંતીપૂર્ણ રીતે રાજ્યમાં યોજાઈ છે. હવે સૌ કોઈ 4 જૂનની રાહ જોઈ રહ્યા છે. 4 જૂને મતગણતરી હાથ ધરાનારી છે. આમ ઈવીએમમાં તમામ ઉમેદવારોના ભાવી સીલ થયા બાદ હવે પરીણામ આવે ત્યાં સુધી રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન બનાસકાંઠા લોકસભા બેઠકના ઈવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે, એ સ્થળ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા નજર રાખવામાં આવી છે.
ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીન રાખ્યા બાદ સીસીટીવી કેમેરા રાખ્યા છે. જેની સ્ક્રીન પણ જાહેરમાં રાખવામાં આવી છે. જેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ માટે કોંગ્રેસના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર ચૂંટણીનો જંગ કશ્મકશ ભર્યો રહ્યો હતો અને એટલે જ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો