Gujarati Video: અમરેલીમાં દીપડાએ બાળકી પર કર્યો હુમલો, વનવિભાગે ગોઠવ્યા પાંજરા
માનવ પર હુમલો કરનારા દીપડાને ઝડપી પાડવા માટે વનવિભાગે પણ કવાયત હાથ ધરી છે. રાજુલા વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે ચાર પાંજરા ગોઠવ્યા છે. સાથે જ દીપડાનું સ્કેનિંગ પણ શરૂ કર્યું છે.
અમરેલી જિલ્લાના રાજુલામાં દીપડાની દહેશત સામે આવી છે. અમરેલીના વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે 12 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલાની ઘટના બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવી છે અહીં બાળકીની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ માનવ પર હુમલો કરનારા દીપડાને ઝડપી પાડવા માટે વનવિભાગે પણ કવાયત હાથ ધરી છે. રાજુલા વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે ચાર પાંજરા ગોઠવ્યા છે. સાથે જ દીપડાનું સ્કેનિંગ પણ શરૂ કર્યું છે.
સુરતમાં પણ દીપડાનો આતંક
સુરતના છેવાડા વિસ્તારના બુડિયા ગામે દીપડાની દહેશતના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમરેલીના બુડિયા ગામે દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે. દીપડાને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. વન વિભાગની ટીમે ખેતર સહિત વિવિધ જગ્યાએ પાંજરા મુકી દીપડાને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પણ દીપડાની દહેશત
ગત માસમાં નવસારીના ચીખલીના ફડવેલ ગામે દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો. ફડવેલ ગામના ઘરમાં બાથરૂમમાં દીપડો ઘૂસી જતા ઘરમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાર બાદ દીપડો બાથરૂમમાંથી નીકળીને નજીકની નર્સરીમાં જતો રહ્યો હતો. જોકે આ દીપડો ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…