ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બાદ બે સહકારી જૂથ વચ્ચે વિવાદ વકર્યો છે. જે બાદ હવે સમગ્ર મામલે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં રાદડિયાએ કહ્યું હતુ કે તેમને મેન્ડેટની જાણ નહોતી કરવામાં આવી આ સાથે તેમણે કહ્યું કે મેં ફોર્મ ભર્યુ જે બાદ મેન્ડેટનો ઇસ્યૂ થયો હતો.
ઈફકોના ડિરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપે રાદડિયા મેંડેટ ન આપ્યું અને તેમ છત્તા તેમનો વિજય થયો છે જે બાદથી સમગ્ર મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક સહકારી આગેવાનોએ જયેશ રાદડિયા અને તેને મત આપનાર તમામ સામે કાર્યવાહીની માંગ કરી છે. કારણ કે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી અને મતદાન કર્યું હોવાને કારણે સમગ્ર વિવાદ વકર્યો છે.
મળતી માહિતી મુજબ અગાઉ પણ આ રીતની ઘટના બની હતી જેમાં જીતનાર ઉમેદવાર પર કાર્યવાહી કરવામાં આવી હતી તો તેને લઈને હવે સહકારી આગેવાનો રાદિયા વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જ્યારેં સામે પક્ષે રાદડિયા તે મામલે નિવેદન આપી રહ્યા છે કે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોનું હિત અહીં સર્વોપરી હોય છે. આથી સામાજિક સંસ્થાઓએ વચ્ચે ન આવવું જોઇએ આ સાથે તેમણે કહ્યું કે રાજનીતિમાં સામાજિક સંસ્થાઓએ દખલગીરી ના કરવી જોઈએ. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બાદ બે સહકારી જૂથ વચ્ચે વિવાદ વધી રહ્યો છે.