લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન થયું હતુ જેમાં અનેક મતદારો વહેલી સવારથી મતદાન કરવા પહોચી ગયા હતા. આ સાથે કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારો મતદાન કરતા જોવા મળ્યા હતા. ત્યારે ગુજરાતમાં 5 વાગતા સુધીમાં ગુજરાતમાં 55.22 ટકા મતદાન થયા હોવાની વિગતો મળી રહી છે ત્યારે 2019ની સરખામણીએ આ વખતે ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. ત્યારે સૌથી ઓછું મતદાન આ વખતે અમરેલી બેઠક પર જોવા મળી રહ્યું છે.
તમને જણાવી દઈએ આ વખતે 2019ની સરખામણીમાં ઓછું મતદાન થવાના કારણે રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ત્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર થયું છે જ્યાં માત્ર 37.82 ટકા મતદાન થયું છે.
આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર મેદાને ઉતર્યા છે. ત્યારે લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી આ બેઠકમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક જુથબંધી છે. તેમાં પણ ઓછું મતદાન થતા હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો : અનોખું મતદાન મથક ! જૂનાગઢના ગીરમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતુ બનાવાયું મતમથક, જુઓ-Photo
Published On - 6:34 pm, Tue, 7 May 24