નીતિન પટેલના મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન ટિકિટની વાતો વચ્ચે ખિસ્સાં કપાયા

નીતિન પટેલના મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન ટિકિટની વાતો વચ્ચે ખિસ્સાં કપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2024 | 7:58 PM

મહેસાણામાં એક તરફ ટિકિટના પત્તા કોના કપાઇ રહ્યા છે, એની ચર્ચા ખૂબ જ જોરમાં છે. આ દરમિયાન નીતિન પટેલના કાર્યક્રમમાં ખિસ્સા કાતરુઓએ આતંક મચાવી મૂકતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ગુજકોમાસોલના મહેસાણા ખાતે ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટીક પાર્કનું ખાતમુર્હૂત કરવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, ત્યારે ખિસ્સા કાતરુઓએ ખિસ્સા કાપ્યા હતા.

મહેસાણા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. અહીં લોકસભાની ટિકિટ કોને મળશે અને કોની દાવેદારીનો છેદ ઉડી જશે એ વાતની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. નીતિન પટેલે દાવેદારી કેમ પરત ખેંચી એ પણ ચર્ચા ખૂબ ચાલી રહી છે. તો ટિકિટના પત્તા કપાવવાની વાતો દરમિયાન મહેસાણામાં ખિસ્સા કાતરુઓએ આતંક મચાવી મુક્યો છે. મહેસાણા ખાતે ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટીક પાર્કનું ખાતમુર્હૂત કાર્યક્રમ ગુજકોમાસોલ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. જેનું ખાતમુર્હૂત પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમવાર હિંમતનગરમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ

આ દરમિયાન કાર્યક્રમના જમણવારમાં ખિસ્સાં કાતરુઓ ઘૂસી આવ્યા હતા. જેમાં તેઓએ લોકસભાની ચર્ચાઓ સાથે ભોજન અને વાતોને માણવાની મસ્તીમાં રહેલા કેટલાક નેતાઓ, કાર્યકરો અને ખેડૂતોને ખિસ્સા કાતરુઓએ નિશાન બનાવ્યા હતા. કોઈના ખિસ્સામાંથી 50 હજાર તો કોઈનામાંથી 5 હજાર રુપિયા ખિસ્સાં કાપીને ટોળકીએ હાથ માર્યા હતા. ખિસ્સા કપાવાની એક કરતા વધારે ઘટનાઓ થોડીકવારમાં જ સામે આવતા પોલીસને જમણવારમાં બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ખિસ્સા કાતરુઓનુ લિસ્ટ બનાવીને તપાસ શરુ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">