શામળાજી હિમતનગર ને.હા. પર ટોલ પ્લાઝા પાસે બસમાંથી 128 ચાંદીના ચોરસા જપ્ત કરાયા, 2 ની અટકાયત

શામળાજી હિમતનગર ને.હા. પર ટોલ પ્લાઝા પાસે બસમાંથી 128 ચાંદીના ચોરસા જપ્ત કરાયા, 2 ની અટકાયત

| Updated on: Jan 26, 2024 | 9:12 AM

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર આવેલ દાવલી ટોલ પ્લાઝા પાસેથી એક ખાનગી બસમાંથી ચાંદીના ચોરસા ઝડપાઈ આવ્યા છે. બિનહિસાબી ચાંદીનો મોટો જથ્થો લઈને બે મુસાફરો અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે બાતમી આધારે ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ચાંદી ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ દીશામાં SOG એ તપાસ શરુ કરી છે.

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ખાનગી બસને દાવલી ટોલ પ્લાઝા પર રોકવામાં આવી હતી. SOG ને મળેલી બાતમી આધારે ઈન્ચાર્જ પીઆઈ સહિતની ટીમે બસને રોકીને બાતમી અનુસારની બેઠક પર બેસેલ મુસાફરોની પ્રાથમિક પૂછપરછ કરીને તેમના સામાનને ચેક કરતા ચાંદીનો મોટો જથ્થો નજર આવ્યો હતો.

આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે

કાળા રંગની બેગોમાં ચાંદીના ચોરસા ભરેલા હોવાનું મળી આવતા પોલીસે બંને મુસાફરોની અટકાયત કરીને તપાસ શરુ કરી હતી. બંને પાસેથી બેગમાંથીં 128 નંગર ચોરસા મળી આવ્યા હતા. જેનું વજન 161 કિલો જેટલુ થવા પામે છે. જ્યારે તેની બજાર કિંમત 44 લાખ 77 હજાર કરતા વધુ હોવાનું જણાયુ છે. બાંસવાડા બે શખ્શો આશિષ રકીયાભાઈ પટેલ અને રવિન્દ્રસિંહ ભોપાલસિંહ ચૌહાણની અટકાયત કરીને તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 26, 2024 09:11 AM
g clip-path="url(#clip0_868_265)">