પંચમહાલના ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ છે. ગોધરામાં પરવડીની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે. આ અંગે બાતમીના આધારે જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે નીટની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ પાસેથી 10 -10 લાખ લેવામાં આવ્યા હતા અને ચોરી કરાવવામાં આવી હતી. જેમાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિટેન્ડન્ટની ગાડીમાંથી જ રૂપિયા 7 લાખ રોકડા મળી આવ્યા હતા ! અને ત્યારબાદ સુપરિટેન્ડેન્ટ તુષાર ભટ્ટની વૉટ્સએપ ચેટ તપાસતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે યુવરાજ સિંહે આક્ષેપ લગાવ્યો છે કે આ જ પ્રકારે જુનિયર ક્લાર્કની પરિક્ષામાં ચોરી કરાવાઈ હતી.
યુવરાજે સિંહએ કહ્યું કે પરિક્ષામાં ચોરી અંગે નીટ અને સરકારને ધ્યાન દોરયુ હતુ. અમરા ધ્યાન દોરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ કર્યા છે. યુવરાજે કહ્યું કે પેપર લીકનો કાયદો અમલમાં આવી ગયો છે તો નીટની પરિક્ષામાં પણ આ કાયદો અમલમાં આવો જોઈએ. વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ, 10 લાખ લઈ કરાવતા ચોરી, જુઓ -VIDEO