સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર આખરે ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ચોરી કરનાર આ યુવકનું નામ કિશન દુબેની છે. જે રાત્રીના સમયે મોટી મોટી ઓફિસો અને દુકાનોના પાછળના ભાગેથી ચઢી મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક કિમતી વસ્તુઓની ચોરી કરતો હતો.
આરોપી પોતાના વતનથી રોજગારી માટે આવ્યો હતો પણ સુરત રોજગારી ન મળતા આરોપી ચોરીના રવાડે ચડ્યો. આ દરમિયાન તે રાત્રીના સમયે ઓફિસ અને દુકાનોને ટાર્ગેટ કરતો હતો અને દુકાનો અને પર ચઢી ચોરીને અંજામ આપતો હતો. તપાસમાં કબુલ્યું હતુ કે તે સુરતનો મોટાભાગની ઓફિસોના પાછળની સેક્શન બારીથી ઓફિસની અંદર પ્રવેશ કરતો હતો. ત્યારે સીસીટીવી સામે આવ્યા હતા. જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી હતી.
ત્યારે કેટલાય સમયથી પોલીસ મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર આ આરોપીની શોધ કરી રહી હતી. ત્યારે આજે તેને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ મળીને રૂ.1.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે પોલીસે હવે વઘુ વધુ તપાસ હાથ ધરી છે.