પદ્મ પુરસ્કારોની જાહેરાત, તેજસ મધુસૂદનને પદ્મભૂષણ સહિત ગુજરાતના 6 લોકોને પદ્મ સન્માન, વાંચો લિસ્ટ

પદ્મ પુરસ્કારોની જાહેરાત, તેજસ મધુસૂદનને પદ્મભૂષણ સહિત ગુજરાતના 6 લોકોને પદ્મ સન્માન, વાંચો લિસ્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2024 | 11:44 PM

વલસાડના 72 વર્ષીય ડૉ. યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. યઝદી માણેકશા જાણીતા માઇક્રો બાયોલોજિસ્ટ છે. તેમને સીકલ સેલ નામની બિમારી નાથવા માટે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આ વર્ષે આપવામાં આવનાર પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સામેલ છે. આ વર્ષે 5 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના તેજસ મધુસૂદનને મેડિકલ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ પદ્મભૂષણથી નવાજવામાં આવશે. તો આ સિવાય રધુવીર ચૌધરીને સાહિત્ય ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. ડૉ. યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી, હરિશ નાયકને પદ્મશ્રી, દયાલ માવજી પરમારને પદ્મશ્રી, તો જગદીશ લાભશંકર ત્રિવેદીને આર્ટ ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવશે.

આ વર્ષે જે વ્યક્તિઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ, આદિવાસીઓ માટે કામ કરનાર જગેશ્વર યાદવ, સામાજિક કાર્યકર ચાર્મી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિત ઘણા મોટા નામ સામેલ છે. જેમાં એક નામ ગુજરાતના યઝદી માણેકશા ઇટાલિયાનું પણ છે.

વલસાડના 72 વર્ષીય ડૉ. યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. યઝદી માણેકશા જાણીતા માઇક્રો બાયોલોજિસ્ટ છે. તેમને સીકલ સેલ નામની બિમારી નાથવા માટે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે.

આ પણ વાંચો પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, 34 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે

Published on: Jan 25, 2024 11:14 PM
g clip-path="url(#clip0_868_265)">