ગુજરાતી સોલાર કંપનીનો 2 રૂપિયાનો શેર ચાર વર્ષમાં 1500 રૂપિયાને પાર થયો, હવે કંપનીએ કર્યું સ્ટોક સ્પ્લિટ

|

Mar 19, 2024 | 7:58 PM

શેરબજારમાં મોટો ઘટાડા બાદ પણ સોલાર કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. શેરનો ભાવ 1551.65 રૂપિયા પર પહોંચ્યો હતો. શેરના ભાવ છેલ્લા 4 વર્ષમાં 2 રૂપિયાથી વધીને 1500 રૂપિયા થયા છે. ચાર વર્ષમાં રોકાણકારોને 75000 ટકા કરતા વધારે રિટર્ન આપ્યું છે.

ગુજરાતી સોલાર કંપનીનો 2 રૂપિયાનો શેર ચાર વર્ષમાં 1500 રૂપિયાને પાર થયો, હવે કંપનીએ કર્યું સ્ટોક સ્પ્લિટ

Follow us on

સોલાર બિઝનેસ સાથે જોડાયેલી કંપની વારી રિન્યુએબલના શેર જબરદસ્ત તેજી સાથે આગળ વધી રહ્યા છે. આજે 19 માર્ચના રોજ શેરબજારમાં મોટો કડાકો થયો હતો. સેન્સેક્સ 736 પોઈન્ટ્સ અથવા 1.01 ટકા ઘટીને 72,012.05 પર અને નિફ્ટી 238.25 પોઈન્ટ્સ અથવા 1.08 ટકા ઘટીને 21,817.45 પર છે. બેંક નિફ્ટીમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

4 વર્ષમાં રોકાણકારોને 75000 ટકા કરતા વધારે રિટર્ન આપ્યું

શેરબજારમાં મોટો ઘટાડા બાદ પણ વારી રિન્યુએબલના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. શેરનો ભાવ 1551.65 રૂપિયા પર પહોંચ્યો હતો. વારી રિન્યુએબલના શેર છેલ્લા 4 વર્ષમાં 2 રૂપિયાથી વધીને 1500 રૂપિયા થયા છે. મલ્ટિબેગર કંપની વારી રિન્યુએબલના શેરે છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને 75000 ટકા કરતા વધારે રિટર્ન આપ્યું છે. 20 માર્ચ 2020ના રોજ કંપનીના શેર 2.06 રૂપિયાના સ્તર પર હતો, જે હવે 1551.65 રૂપિયા પર પહોંચી ગયા છે.

જુલાઈ 2014માં 57:100ના રેશિયોમાં બોનસ શેર આપ્યા

વારી રિન્યુએબલએ સ્ટોક સ્પ્લિટ કર્યું છે. સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ 15 માર્ચ, 2024 હતી. સોલાર કંપનીએ તેના 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 2 રૂપિયાની ફેસ વેલ્યુના શેરમાં વિભાજિત કર્યા છે. વારી રિન્યુએબલે તેના રોકાણકારોને બોનસ શેરની ભેટ પણ આપી છે. કંપનીએ જુલાઈ 2014માં 57:100ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે વારી રિન્યુએબલે દરેક 100 શેર માટે રોકાણકારોને 57 શેર આપ્યા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

1 વર્ષમાં શેરના ભાવમાં 971 ટકાનો આવ્યો ઉછાળો

છેલ્લા 1 વર્ષમાં વારી રિન્યુએબલના શેરમાં 971 ટકાનો ઉછાળો આવ્યો છે. 20 માર્ચ 2023ના રોજ કંપનીના શેર 144.82 રૂપિયાના સ્તર પર હતા. આજે 19 માર્ચના રોજ શેરના ભાવ 1551.65 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 6 મહિનામાં વારી રિન્યુએબલના શેરમાં 531 ટકાનો વધારો થયો છે. 6 મહિનામાં કંપનીના શેર 245.65 રૂપિયાથી વધીને 1551.65 રૂપિયા થઈ ગયા છે.

આ પણ વાંચો : આ કંપની શેરહોલ્ડર્સને આપશે બોનસ શેરની ભેટ, આજે શેરમાં લાગી 20 ટકાની અપર સર્કિટ

આ વર્ષે અત્યાર સુધીમાં વારી રિન્યુએબલના શેરમાં 253 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1641 રૂપિયા છે અને વારી રિન્યુએબલના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 136.02 રૂપિયા છે.

નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article