ટાટા ગ્રૂપ (Tata Group)ની એરલાઈન કંપની વિસ્તારા (Vistara)ની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કંપની ફ્લાઇટમાં 10% ઘટાડો કરી રહી છે. જેમાંની મોટાભાગની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ છે. રોસ્ટરિંગ અને પગારમાં કાપના મુદ્દે એરલાઇનના પાઇલોટ્સમાં અસંતોષ છે. ઉનાળામાં પ્રવાસસન ગાળા પહેલા, વિસ્તારાએ તેની ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. આનાથી માગ-પુરવઠાનો તફાવત વધી શકે છે અને ભાડામાં વધારો થઈ શકે છે. હવાઈ ભાડા પહેલાથી જ ઘણા ઊંચા છે.
મુસાફરોની સંખ્યા રેકોર્ડ પર છે પરંતુ તેમને લઈ જવા માટે પૂરતા વિમાનો નથી. ઘણા કારણોસર દેશમાં ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો થયો છે. જેમ કે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના 75 એરક્રાફ્ટ પ્રેટ એન્ડ વ્હિટની એન્જિનમાં સમસ્યાને કારણે ગ્રાઉન્ડેડ છે. તેવી જ રીતે, GoAirની કામગીરી બંધ છે. સ્પાઈસજેટ માત્ર થોડી ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં સક્ષમ છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ બોઇંગ અને એરબસ મુશ્કેલીમાં છે જેના કારણે નવા એરક્રાફ્ટની સપ્લાય ધીમી છે.
વિસ્તારાના પ્રવક્તાએ કહ્યું કે અમે દરરોજ 25-30 ફ્લાઈટ્સ પર કાપ મુકી રહ્યા છીએ, જે અમારી કુલ ઓપરેટિંગ ક્ષમતાના લગભગ 10% છે. ફેબ્રુઆરી 2024 ના અંતમાં, અમે દરરોજ સમાન સંખ્યામાં ફ્લાઇટ્સ ચલાવતા હતા. જે અમને રોસ્ટરમાં સુગમતા અને બફર આપશે. રદ કરાયેલી મોટાભાગની ફ્લાઇટ સ્થાનિક નેટવર્કમાં છે. અમે નથી ઈચ્છતા કે અમારા ગ્રાહકોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડે.
EaseMyTripના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય પ્રવાસ ઉદ્યોગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે. નાણાકીય વર્ષ 25માં તેમાં 12-14%નો વધારો થઈ શકે છે. પરંતુ આ વધારો હવાઈ ભાડાં વધવાથી તે પ્રભાવિત થઈ શકે છે. સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા વધી રહી છે પરંતુ ઉદ્યોગ પાસે એટલી ક્ષમતા નથી. જાળવણી અને યાંત્રિક સમસ્યાઓના કારણે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં લગભગ 25% એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ જવાની ધારણા છે.
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે, હવાઈ મુસાફરી ઉદ્યોગ અનેક પડકારો અને ફેરફારોનો સામનો કરી રહ્યો છે. માગ અને પુરવઠા વચ્ચેના મોટા તફાવતને કારણે ભાડામાં વધારો થવાની સંભાવના છે. વિસ્તારાને આ ઉનાળામાં 2,324 ફ્લાઇટ્સ ઓપરેટ કરવાની હતી, જે ગયા વખતની 1,856 કરતાં 25% વધુ હતી. પરંતુ હવે આમ કરવું મુશ્કેલ છે. એરલાઈન્સનું કહેવું છે કે તમામ અસરગ્રસ્ત મુસાફરોને અન્ય ફ્લાઈટમાં પહેલાથી જ સમાવી લેવામાં આવ્યા છે. રોસ્ટરિંગ અને પગારમાં કાપના મુદ્દે એરલાઇનના પાઇલટ્સમાં અસંતોષ છે. અન્ય એરલાઈન્સના પાઈલટોએ પણ રોસ્ટરિંગ અંગે ફરિયાદ કરી છે. DGCA એ પાઇલોટ્સ માટે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોમાં સુધારો કર્યો હતો.
ઉડ્ડયન કંપનીઓએ સુધારેલ FDTLનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે આના કારણે તેમને વધુ પાઈલટોની જરૂર પડશે અને તેનાથી તેમના પર આર્થિક બોજ વધશે. આ કારણોસર હાલમાં તેનો અમલ થઈ શકે તેમ નથી. વિસ્તારાએ રોસ્ટરિંગને લઈને પાઈલટોની ચિંતાઓને આંશિક રીતે દૂર કરી છે,પરંતુ તે પગારમાં કાપ મૂકવાની સ્થિતિમાં નથી કારણ કે તેણે પગારનું માળખું એર ઈન્ડિયાની બરાબરી પર લાવવું પડશે. વિસ્તારા આ વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે. એરલાઇન, 70 એરક્રાફ્ટ સાથે, 1,000 થી વધુ પાઇલોટ્સ સાથે દરરોજ લગભગ 350 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.