ઇન્ડિયન આર્મી અગ્નવીર તરીકે દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા દેશભક્ત યુવાનો માટે 4 વર્ષ માટે સરકારી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. અગ્નિવીર ભરતી માટેની નોંધણી પ્રક્રિયા આજથી 8મી ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ ગઈ છે.
આર્મીની આ નવી અગ્નિવીર ભરતી માટેના અરજી ફોર્મ આર્મીની અધિકૃત વેબસાઇટ joinindianarmy.nic.in પર ઉપલબ્ધ છે. આર્મી અગ્નિવીર ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અહીં આપેલી સીધી લિંકની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકે છે.
ભારતીય સૈન્યમાં ભરતી માટેની લેખિત પરીક્ષા એપ્રિલ 2024માં યોજવાની દરખાસ્ત છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને શારીરિક કાર્યક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. એક મીડિયા અહેવાલ અનુસાર કર્નલ ડીપી સિંહે ગયા મહિને લુધિયાણામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આર્મી અગ્નિવીરની આ ભરતી અંગે માહિતી આપી હતી.
ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજોઃ અરજી કરતી વખતે ઉમેદવારો પાસે મેટ્રિકનું પ્રમાણપત્ર હોવું જોઈએ જેમાં નામ, પિતાનું નામ, માતાનું નામ અને જન્મ તારીખ લખેલી હોય.
અગ્નિવીર ભરતી માટે વય મર્યાદા: આર્મી અગ્નિવીરની આ ભરતી માટે વય મર્યાદા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી માટે લાયકાત: અગ્નિવીર GD (જનરલ ડ્યુટી) ઉમેદવારોએ 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ, જ્યારે ટ્રેડસમેનની પોસ્ટ માટે, ઓછામાં ઓછું 8મું પાસ હોવું જરૂરી છે.
અરજદારે ચાલુ સ્થિતિમાં રહેલો પોતાનો Email ID તેમજ રજીસ્ટ્રેશન માટે તમારો પોતાનો મોબાઈલ નંબર પણ જરૂરી રહેશે. જ્યારે JCO અથવા OR નોંધણી માટે, રાજ્ય, જિલ્લા અથવા તાલુકા અથવા બ્લોકમાંથી રહેઠાણનું પ્રમાણપત્ર, સ્કેન કરેલા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ (ફોટો 10 KB થી 20 KB અને JPG ફોર્મેટમાં હોવો જોઈએ). આ સાથે હસ્તાક્ષરનો સ્કેન કરેલ ફોટો જે 5 KB થી 10 KB ની વચ્ચે અને JPG ફોર્મેટમાં હોવો જોઈએ.
આર્મી અગ્નિવીર ભરતી માટે, અરજી ફોર્મ ભરતી વખતે 10મું પાસ પ્રમાણપત્ર અથવા ઉચ્ચ શિક્ષણ પ્રમાણપત્ર પણ જરૂરી હોવું જોઈએ, જે અરજી લાયકાત તરીકે ભરવામાં આવશે.