ભારતની કપાસની વાત નાવીન્યતા અને પરંપરામાંથી એક છે. સદીઓથી આપણા ખેડૂતોએ ગુણવત્તા માટે જ્ઞાત કપાસ વાવીને જમીનો પોષી છે. નામાંકિત વેનેશિયન વેપારી, શોધક અને લેખક માર્કો પોલોએ 13મી સદીમાં ભારતની મુલાકાત લીધી હતી. તેઓ સૌથી નરમ કપાસના જીંડવાઓનું ઉત્પાદન કરતા ભારતીય કપાસનાં છોડવાંઓના નજારાથી મોહિત થઈ ગયા હતા. આ કપાસના જીંડવાઓ ઉત્કૃષ્ટ કાપડમાં કાંતવામાં આવ્યા, જેણે દુનિયાને મોહિત કરી દીધી.
કસ્તુરી કોટન સાથે અમે શ્રેષ્ઠતમ ભારતીય કપાસ તરીકે દાખલારૂપ બ્રાન્ડમાં આ ગુણોને એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલ ભારત સરકાર ટેક્સટાઈલ વેપારીઓનાં સંગઠન અને ઉદ્યોગ વચ્ચેના એકત્રિત પ્રયાસો હોઈ સંપૂર્ણ કપાસની વેલ્યુ ચેઈનમાં ઉત્કૃષ્ટતા અને સક્ષમતા પ્રત્યે અમારી કટિબદ્ધતાનો દાખલો છે. હેરિટેજ અને પ્રગતિના સંમિશ્રણ કપાસ ઉત્પાદન કરવા સાથે વૈશ્વિક મંચ પર ભારતના કપાસના રોચક વારસાની ઉજવણી કરવાની સમર્પિતતા આપણી સમર્પિતતા અધોરેખિત કરે છે.
કસ્તુરી કોટન કપાસની ગુણવત્તામાં નવું ધોરણ સ્થાપિત કરે છે. કસ્તુરી કોટનને સૌથી વિશાળ કપાસ ઉત્પાદક દેશની અવ્વલ બ્રાન્ડ તરીકે પ્રમોટ કરવા ધ્યાન કેન્દ્રિત કરીને અમે સર્વ ગુણવત્તાની અપેક્ષાઓને પહોંચી વળતાં મુખ્ય પરિમાણો પર પ્રમાણિત કપાસ સતત પ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરિપૂર્ણ ટ્રેસિયેબિલિટી અને સર્ટિફિકેશન થકી અમે સંકળાયેલા સર્વ હિસ્સાધારકોના લાભમાં બ્રાન્ડની વિશ્વસનીયતા અને વિશ્વાસ ઊપજાવવાની ખાતરી રાખીએ છીએ.
કસ્તુરી કોટનનું બ્રાન્ડિંગ, ટ્રેસિયેબિલિટી અને સર્ટિફિકેશનની અમલ બજાવણી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) અને ભારત સરકારના ટેક્સટાઈલ્સ મંત્રાલય સાથે સહયોગમાં ધ કોટન ટેક્સટાઈલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસિલ)ની આગેવાનીમાં કરાય છે. ટેક્સપ્રોસિલ 1954માં સ્થાપવામાં આવ્યું હતું, જે દુનિયાભરમાં ભારતીય કોટન ટેક્સટાઈલની પ્રોડક્ટોની નિકાસને પ્રમોટ કરે છે. સીસીઆઈ 1970માં સ્થપાઈ હતી, જે કપાસના ખેડૂતો અને ટેક્સટાઈલ ઉદ્યોગનાં હિતોનું રક્ષણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કસ્તુરી કોટન સાથે અમે મુલાયમ, ચમક, શક્તિ, આરામ, શુદ્ધતા અને સફેદી જેવા સ્થિર લાભો પ્રદાન કરતાં ગુણવત્તાનાં સીમાચિહ્નોની ખાતરી રાખે છે. ઉત્કૃષ્ટ ગુણવત્તાનાં ઉચ્ચ ધોરણોને સમર્થન આપીને કસ્તુરી કોટન કાપડના રંગની સ્વર્ણિમતા સુધારવા સાથે તેનું મુલાયમપણું, શક્તિ અને ટકાઉપણું બહેતર બનાવે છે. મેક ઈન ઈન્ડિયા કસ્તુરી કોટનની દરેક સેર સંપૂર્ણ વેલ્યુ ચેઈનમાં બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉદભવ, વેરિફાયેબલ અને ટ્રેસિયેબલના સમર્થન સાથે આવે છે.
કસ્તુરી કોટનના ઉપયોગના ફાયદા ગુણવત્તા અને ટ્રેસિયેબિલિટીની પાર છે. કસ્તુરી કોટન પસંદ કરીને ઉત્પાદકો અને બ્રાન્ડ્સ દુનિયાભરમાં ભારતીય કપાસની નામના વધારવા સાથે ઉચ્ચ ગુણવત્તાના કપાસ માટે વૈશ્વિક માગણીને પહોંચી વળી શકે છે. કસ્તુરી બ્રાન્ડ સાથે સંકળાયેલું પ્રીમિયમ દરેક રેસા અંતર્ગત ઉત્કૃષ્ટ ગુણવત્તા અને કળાકારીગરી પ્રદર્શિત કરે છે, જે તેને ટેક્સટાઈલ ઉદ્યોગમાં હિસ્સાધારકો માટે મૂલ્યવાન રોકાણ બનાવે છે.
કસ્તુરી કોટન પહેલ ભારતીય કપાસને વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈએ લઈ જવા માટે નક્કર પગલું આલેખિત કરે છે. કોટન વેલ્યુ ચેઈનમાં હિસ્સાધારકોને એકત્ર કરીને અને ગુણવત્તા તથા ટ્રેસિયેબિલિટીની ખાતરી રાખવા નવી ટેકનોલોજીનો લાભ લઈને અમે આગામી પેઢીઓ માટે કસ્તુરી કોટનને ઉત્કૃષ્ટતા અને ગૌરવનું પ્રતિક તરીકે નવી ઊંચાઈએ લઈ જવાનું અમારું લક્ષ્ય છે. અમે આ પ્રવાસમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે ચાલો આપણા રાષ્ટ્રના ઈતિહાસ અને દુનિયાના ભવિષ્યના કાપડમાં ગૂંથેલા ભારતીય કપાસના સમૃદ્ધ વારસા અને સમકાલીન પરંપરાની ઉજવણી કરીએ.