લક્ષદ્વિપ લોકસભા ચૂંટણી પરિણામ 2024 Constituency Wise Vote Counting
ભવ્ય દરિયાકિનારા અને ટાપુ માટે લક્ષદ્વીપ જાણીતુ છે. લક્ષદ્વીપ એ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ તે ખૂબ જ નાનું છે. લક્ષદ્વીપ એક દ્વીપસમૂહ છે. જેમાં 32 ચોરસ કિમી વિસ્તારમાં 36 જેટલા નાના મોટા ટાપુઓ આવેલ છે. અહીંનું પાટનગર કાવારત્તી છે અને તે એક મહત્વપૂર્ણ શહેર પણ છે. તમામ ટાપુઓ કેરળના કોચી શહેરથી 220 થી 440 કિમી દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે.
લક્ષદ્વીપ એક કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ જિલ્લો છે. દરેકને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના ટાપુઓની મુલાકાત લેવાની મંજૂરી નથી. લક્ષદ્વીપના ટાપુઓની મુલાકાત લેવા માટે, લક્ષદ્વીપના સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી પ્રવેશ પરમિટ મેળવવી પડે છે. લક્ષદ્વીપમાં લોકસભાની એક જ બેઠક આવેલ છે.
લક્ષદ્વિપ લોકસભા વિસ્તારની યાદી
રાજ્ય | બેઠક | ઉમેદવાર | મત | પાર્ટી | સ્થિતિ |
---|---|---|---|---|---|
Lakshadweep | Lakshadweep | MOHAMMAD HAMDULLAH SAEED | 25726 | INC | Won |
36 દ્વીપોનો સમુહ લક્ષદ્વીપ પોતાના આકર્ષક અને શાનદાર સમુદ્રી વિસ્તાર તેમજ હરિયાળી માટે જાણીતો છે. મલયાલમ અને સંસ્કૃતમાં લક્ષદ્વીપ નામનો અર્થ એક લાખ દ્વીપ થાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપને દેશનો ખુબ સુંદર વિસ્તાર ગણવામાં આવે છે. આ વિસ્તાર ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને સૌને અહિ મુલાકાત લેવાનું કહ્યું હતુ. લક્ષદ્વીપના શરુઆતના ઈતિહાસ વિશે વધુ જાણકારી નથી. સ્થાનીક સ્ટોરીઓ મુજબ આ દ્વીપો પર પહેલો વસવાટનો શ્રેય કેરળના છેલ્લા રાજા ચેરામન પેરુમલના સમયને આપવામાં આવે છે. આ વિસ્તાર દક્ષિણ-પશ્ચિમ તટથી 200થી વધુ કિલોમીટર દુર અરબ સાગરમાં સ્થિત છે.
દેશના સૌથી નાના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ એક દ્વીપસમુહ છે, જેમાં 32 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળ સાથે 36 ટાપુઓ સામેલ છે. તેની રાજધાની કાવારત્તી છે અને તે કેન્દ્રશાસિત પ્રદેશનું મુખ્ય શહેર પણ છે. આ તમામ ટાપુઓ કેરળના કોચી શહેરથી 220 થી 440 કિમી દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે. અહિ માત્ર બીએસએનએલ અને એરટેલ લક્ષદ્વીપ ટાપુઓને ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે.બીએસએનએલ તમામ 10 દ્વીપોમાં કનેક્ટિવિટી પુરી પાડે છે. જ્યારે એરટેલ કાવારત્તી અને અગત્તી દ્વીપોમાં કનેક્ટિવિટી પુરી પાડે છે.
લક્ષદ્વીપ ટાપુ એક પ્રતિબંધિત વિસ્તાર છે. આ દ્વિપો પર જવા માટે લક્ષદ્વિપ પ્રશાસન તરફથી જાહેર કરેલા પ્રવેશ પરમિટ લેવાનું જરુરી હોય છે.
સવાલ - શું લક્ષદ્વીપ લોકસભા સીટ રિઝર્વ સીટ છે?
જવાબ - હા, આ એક રિઝર્વ સીટ છે.
સવાલ- લક્ષદ્વિપ લોકસભા સીટ ક્યા વર્ગ માટે આરક્ષિત છે?
જવાબ- આ સીટ અનુસુચિત જનજાતિ માટે આરક્ષિત છે.
સવાલ-શું લક્ષદ્વિપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સભ્યપદ અકબંધ છે?
જવાબ - હા, કેરળ હાઈકોર્ટના નિર્ણય બાદ સાંસદને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
સવાલ : શું લક્ષદ્વિપ લોકસભા સીટ મતદારોની દ્રષ્ટિએ સૌથી નાનો સંસદીય ક્ષેત્ર છે?
જવાબ-હા
સવાલ-કોંગ્રેસના દિગ્ગજ નેતા પીએમ સયદે લક્ષદ્વિપ સીટ પર કેટલી વખત જીત મેળવી છે?
જવાબ- પીએમ સયદ અહિથી 10 વખત લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.