પશ્ચિમ બંગાળ લોકસભા ચૂંટણી પરિણામ 2024 Constituency Wise Vote Counting

"પશ્ચિમ બંગાળ તેના સાહિત્યિક કાર્યો, સંસ્કૃતિ તેમજ રવિન્દ્રનાથ ટાગોર અને સુભાષ ચંદ્ર બોઝ જેવી મહાન વ્યક્તિઓની ભૂમિ માટે જાણીતું છે. આ રાજ્ય પૂર્વ ભારતમાં આવેલું છે અને તે દેશનું ચોથું સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય પણ છે. પશ્ચિમ બંગાળ છે. દેશના વિવિધ 5 રાજ્યોથી ઘેરાયેલું છે. તેના ભવ્ય સાંસ્કૃતિક વારસાને કારણે તેની રાજધાની કોલકાતાને દેશની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે.

રાજ્યના પ્રખ્યાત હિલ સ્ટેશનોમાંથી એક દાર્જિલિંગને પહાડીઓની રાણી કહેવામાં આવે છે. આ વિસ્તાર તેના ચાના બગીચા માટે પ્રખ્યાત છે. દાર્જિલિંગ ચા વિશ્વમાં સૌથી વધુ માંગવામાં આવતી ચામાંની એક છે. પશ્ચિમ બંગાળ સુંદરવનમાં વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ ધરાવવા માટે પણ જાણીતું છે. રોયલ બંગાળ ટાઈગર માટે પ્રખ્યાત સુંદરબનને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. સંસદીય બેઠકોની મહત્તમ સંખ્યાના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ (80), મહારાષ્ટ્ર (48) અને પશ્ચિમ બંગાળ (42) પછી આવે છે.

પશ્ચિમ બંગાળ લોકસભા વિસ્તારની યાદી

રાજ્ય બેઠક ઉમેદવાર મત પાર્ટી સ્થિતિ
West Bengal Barrackpur PARTHA BHOWMICK 520231 TMC Won
West Bengal Uluberia SAJDA AHMED 724622 TMC Won
West Bengal Hooghly RACHNA BANERJEE 702744 TMC Won
West Bengal Arambag MITALI BAG 712587 TMC Won
West Bengal Ghatal ADHIKARI DEEPAK (DEV) 837990 TMC Won
West Bengal Bishnupur KHAN SAUMITRA 680130 BJP Won
West Bengal Bolpur ASIT KUMAR MAL 855633 TMC Won
West Bengal Birbhum SATABDI ROY 717961 TMC Won
West Bengal Bardhaman Durgapur KIRTI AZAD 720667 TMC Won
West Bengal Darjeeling RAJU BISTA 679331 BJP Won
West Bengal Tamluk ABHIJIT GANGOPADHYAY 765584 BJP Won
West Bengal Kolkata Uttar SUDEEP BANERJEE 454696 TMC Won
West Bengal Jadavpur SAYANI GHOSH 717899 TMC Won
West Bengal Kolkata Dakshin MALA ROY 615274 TMC Won
West Bengal Bardhaman Purba DR. SHARMILA SARKAR 720302 TMC Won
West Bengal Medinipur JUNE MALIAH 702192 TMC Won
West Bengal Asansol SHATRUGHAN SINHA 605645 TMC Won
West Bengal Joynagar PRATIMA MONDAL 894312 TMC Won
West Bengal Ranaghat JAGANNATH SARKAR 782396 BJP Won
West Bengal Bangaon SHANTANU THAKUR 719505 BJP Won
West Bengal Dum Dum SAUGATA ROY 528579 TMC Won
West Bengal Mathurapur BAPI HALDAR 755731 TMC Won
West Bengal Diamond Harbour ABHISHEK BANERJEE 1048230 TMC Won
West Bengal Kanthi SOUMENDU ADHIKARI 763195 BJP Won
West Bengal Purulia JYOTIRMAY SINGH MAHATO 578489 BJP Won
West Bengal Bankura ARUP CHAKRABORTY 641813 TMC Won
West Bengal Sreerampur KALYAN BANERJEE 673970 TMC Won
West Bengal Basirhat HAJI NURUL ISLAM 803762 TMC Won
West Bengal Barasat DR KAKOLI GHOSHDASTIDAR 692010 TMC Won
West Bengal Maldaha Uttar KHAGEN MURMU 527023 BJP Won
West Bengal Jhargram KALIPADA SAREN KHERWAL 743478 TMC Won
West Bengal Jangipur KHALILUR RAHAMAN 544427 TMC Won
West Bengal Howrah PRASUN BANERJEE 626493 TMC Won
West Bengal Raiganj KARTICK CHANDRA PAUL 560897 BJP Won
West Bengal Baharampur YUSUF PATHAN 524516 TMC Won
West Bengal Coochbehar JAGADISH CHANDRA BARMA BASUNIA 788375 TMC Won
West Bengal Alipurduars MANOJ TIGGA 695314 BJP Won
West Bengal Jalpaiguri DR JAYANTA KUMAR ROY 766568 BJP Won
West Bengal Murshidabad ABU TAHER KHAN 682442 TMC Won
West Bengal Balurghat DR SUKANTA MAJUMDAR 574996 BJP Won
West Bengal Maldaha Dakshin ISHA KHAN CHOUDHURY 572395 INC Won
West Bengal Krishnanagar MAHUA MOITRA 628789 TMC Won

પશ્ચિમ બંગાળ ભારતના પૂર્વ છેડે આવેલું છે. પશ્ચિમ બંગાળની સરહદો બાંગ્લાદેશ, ભૂતાન અને ચીન એમ ત્રણ દેશને અડીને છે. કોલકાતા પશ્ચિમ બંગાળની રાજધાની છે. બંગાળની ખાડી પાસે સ્થિત પશ્ચિમ બંગાળમાં મૌર્ય કાળથી લઈને ગુપ્તકાળ સુધીના અવશેષો મળ્યા છે. પાલ અને સેના વંશના શાસનના ઘણા ઐતિહાસિક પુરાવા પણ છે. 1957માં બંગાળના નવાબ સિરાજ-ઉલ-દૌરાનો પ્લાસીના યુદ્ધમાં પરાજય થયો અને તે પછી જ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર થયો. બંગાળે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1905માં બંગાળના વિભાજન સામે જોરદાર આંદોલન થયું હતુ. આખરે અંગ્રેજોએ બંગાળના વિભાજનના નિર્ણયને રદ કરવો પડ્યો હતો, પરંતુ વર્ષ 2011માં  બ્રિટિશ ભારતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હી ખસેડવામાં આવી હતી.

બંગાળ સાથે રાજારામ મોહન રોય, પંડિત વિદ્યાસાગર, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષ ચંદ્ર બોઝ, મધર ટેરેસા જેવી અનેક હસ્તીઓના નામ જોડાયેલા છે. રવીન્દ્રનાથ ટાગોરને તેમના પુસ્તક ગીતાંજલિ માટે દેશમાં પ્રથમ વખત નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

પશ્ચિમ બંગાળને સુંદરવનમાં વિશ્વના સૌથી મોટા મેન્ગ્રોવ જંગલ માટે ઓળખવામાં આવે છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયેલા સુંદરવનમાં રોયલ બંગાળ ટાયગર કે જે વૈશ્વિક સ્તરે લુપ્ત થઇ રહી છે તે પ્રજાતિઓનું ઘર છે. યુનેસ્કોએ બંગાળની દુર્ગા પૂજાને પણ સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરી છે. બંગાળની દુર્ગા પૂજા વિશ્વ પ્રસિદ્ધ છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ બેઠકો 294 છે.લોકસભાની અહીં કુલ 42 બેઠક છે. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી છે. જોકે ઉત્તર બંગાળના દાર્જિલિંગ વિસ્તારમાં નેપાળી ભાષા બોલાય છે અને સરકારે પણ તેને માન્યતા આપી છે. બંગાળમાં શરૂઆતમાં કોંગ્રેસનું શાસન હતું. બાદમાં અહીં નક્સલી આંદોલન થયા હતા. જે પછી વર્ષ 1977માં કોંગ્રેસને હરાવીને ડાબેરીઓ સત્તા પર આવ્યા હતા. ડાબેરીઓએ અહીં 34 વર્ષ શાસન કર્યું. જ્યોતિ બસુ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય મુખ્ય પ્રધાન હતા. બાદમાં 2011માં તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીએ ડાબેરીઓને હરાવ્યા અને 2011થી ટીએમસી પશ્ચિમ બંગાળમાં શાસન કરી રહી છે. હાલમાં મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 42 બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસે 22, ભાજપે 18 અને કોંગ્રેસે બે બેઠકો જીતી હતી.

પ્રશ્ન - પશ્ચિમ બંગાળના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

જવાબ: પ્રફુલ્લ ચંદ્ર ઘોષ પશ્ચિમ બંગાળના પ્રથમ મુખ્યમંત્રી હતા.

પ્રશ્ન- પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે?

જવાબ - મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને વર્તમાન મુખ્યમંત્રી છે.

પ્રશ્ન - 2019ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને કેટલી બેઠકો મળી?

જવાબઃ 22 બેઠક પર જીત મળી હતી.

પ્રશ્ન - 2019ની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મેળવી હતી?

જવાબ- ભાજપે 18 સીટો પર જીત મેળવી હતી.

પ્રશ્ન- પશ્ચિમ બંગાળમાં લોકસભાની કેટલી બેઠકો છે?

જવાબ- પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 બેઠકો છે.

પ્રશ્ન- વર્ષ 2019માં પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી કેટલી હતી?

જવાબ: પશ્ચિમ બંગાળમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 82 ટકા મતદાન થયું હતું.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">