કસુંબો મુવી રિવ્યૂ : ત્યાગ, બલિદાન અને માતૃભૂમિની શૌર્ય ગાથા, આદિનાથ દાદા માટે બારોટ સમાજના કેસરિયા બલિદાનો

|

Feb 17, 2024 | 12:16 PM

કસુંબો મુવીમાં શેત્રુંજય પર્વત પર અલાઉદિન ખિલજીના આક્રમણની વાત દર્શાવામાં આવી છે. આદિપુર ગામના બારોટ સમાજે આ ખિલજીથી આ પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો હતો. આદિનાથ દાદાની કૃપા તેમજ મા ખોડલના ખમકારા કરતા ગીતો પણ આ મુવીની શાન વધારે છે.

કસુંબો મુવી રિવ્યૂ : ત્યાગ, બલિદાન અને માતૃભૂમિની શૌર્ય ગાથા, આદિનાથ દાદા માટે બારોટ સમાજના કેસરિયા બલિદાનો
Kasoombo Movie Review in gujarati

Follow us on

કસુંબો મુવીમાં શેત્રુંજય પર્વત પર અલાઉદિન ખિલજીના આક્રમણની વાત દર્શાવામાં આવી છે. આદિપુર ગામના બારોટ સમાજે આ ખિલજીથી આ પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો હતો. આદિનાથ દાદાની કૃપા તેમજ મા ખોડલના ખમકારા કરતા ગીતો પણ આ મુવીની શાન વધારે છે. કેવી રીતે સૌરાષ્ટ્રની ધરતી પર ધિંગાણા થતાં અને વીરલાઓ પાળિયા થઈને પુજાતા તે દોર વર્ણવવામાં આવ્યો છે. અત્યારે તો ગીતની એક જ લાઈન યાદ આવે છે કે,

ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે,

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે…ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે..

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

એટલા તો ગુજરાત પર ધિંગાણા થયા છે કે તેનો ઈતિહાસ સ્વર્ણ અક્ષરે કવિઓએ પોતાના શબ્દોમાં લખ્યો છે.

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની

કસુંબો મૂવી અંદાજે રૂપિયા 15 કરોડના બજેટ સાથે બનેલી ફિલ્મ છે. જેમાં ફિલ્મની જાહેરાત પ્રમોશન, સરકારી ટેક્સ અને કાસ્ટ અને ક્રૂ પેમેન્ટનો પણ સમાવેશ થાય જાય છે.

સ્ટોરી

આ ફિલ્મની અંદર 14મી સદીની યશગાથા વર્ણવામાં આવી છે. કસુંબો મુવીમાં બારોટ સમાજે આપેલા લીલા બલિદાનોની શૌર્ય કથા બતાવી છે. અલાઉદિન ખિલજીથી કેવી રીતે પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો અને તેની રક્ષા કરી તે ફિલ્મમાં દર્શાવાયું છે. શાનદાર અભિનય, પાવર પેક પર્ફોર્મન્સ મુવીના દર્શકોને છેલ્લે સુધી પકડી રાખે છે. જે લોકોને ગુજરાતના ઈતિહાસને જાણવો છે, ગુજરાતની ભવ્યતાને જોવી છે, માતાની મમતા, તેમજ પત્નીનું બલિદાન, વીરની વિરગતી બધા જ રસોનું પાન કરાવતું મુવી એટલે કસુંબો.

આદીનાથ દાદાની રક્ષા કાજે માતૃભૂમિ માટે માથા કપાવી દીધાની વાત બખૂબી નિભાવી છે. સ્ટોરીની શરુઆત અમર નામના બારોટથી થાય છે અને તેના લગ્ન દાદુભા બારોટની એકની એક લાડકી દીકરી સુઝલ નામની કન્યા સાથે થાય છે. ગામના દરેક યુવાનો શૌર્ય અને બલિદાન માટે દરેક ક્ષણે વીરગતિ પામવા તત્પર જ રહે છે, તેમજ ગામની નારીઓ પણ વખત આવ્યે પાછી નથી પડતી. તેની રગોમાં પણ બારોટનું લોહી દોડે છે અને ખિલજી સામે યુદ્ધમાં નારીઓ મા ખોડલની શક્તિ બનીને રણમેદાનમાં ઉતરે છે. કોઈ માતાને છોડીને તો કોઈ દીકરીને છોડી, તો કોઈ નારી ઘોડિયામાં સુતા બાળ મુકીને રણચંડીઓ બની છે. તો મુવીમાં એ જોવું જ રહ્યું કે, વીરો અને વીરાંગનાના કેસરિયા બલિદાનો અને ખિલજીને શેત્રુંજયની સંપતિ મળશે કે નહીં તે જોવા માટે તમારે થિયેટરમાં જવું જ પડશે.

ટ્રેલર

(Credit Source : vijaygiri filmOs)

ડાયરેક્શન- ડાયલોગ રાઈટિંગ

આ મુવીને વિજયગિરી બાવાએ ડાયરેક્ટ કર્યું છે. કેમેરાનો દરેક એન્ગલ મુવીને જીવંત બનાવે છે અને ઈતિહાસના યુગના લઈ જાય છે. મુવીનો સ્ક્રીનપ્લે રામમોરી અને વિજયગિરી બાવાએ લખ્યો છે. ડાયરેક્ટર એન્ડ ફોટોગ્રાફી ગાર્ગી ત્રિવેદીએ કરી છે. પ્રિન્સ ગુપ્તાએ શાનદાર રીતે કોર્યોગ્રાફિ કરી છે. ગુજરાતના ઈતિહાસને દર્શાવતી આ અનોખી ફિલ્મ છે.

આ મુવીના સંવાદો રામ મોરીએ લખ્યા છે. દુહા-છંદની ઝાકમઝોળ મુવીમાં છેલ્લે સુધી જોવા મળે છે. આ મુવીના ડાયલોગ પણ જોરદાર લખાયેલા છે. એકદમ શુદ્ધ કાઠીયાવાડી ભાષામાં રસપાન કરાવતા આ ડાયલોગ છેલ્લી ઘડી સુધી દર્શકોને પકડી રાખે છે. એક્ટરોની બોલવાની છટા તેની પર્સનાલિટી પર સારો પ્રભાવ પાડે છે.

એક્શન

મુવીમાં અત્યાર સુધીની બેસ્ટ એક્શન જોવા મળી છે. એ પછી મોનલ ગજ્જર હોય, શ્રધ્ધા ડાંગર હોય કે પછી ધર્મેન્દ્ર ગોહેલ હોય. દરેક કલાકારોએ પોતાની બેસ્ટ એક્ટિંગ આપવાનો પ્રયાસ કર્યો છે. મોનલ ગજ્જર મુસ્લિમ વેશપરિધાનમાં ખૂબ જ સુંદર લાગે છે તો શ્રધ્ધા ડાંગરએ પણ બારોટ કન્યાનું પાવર પેક પરફોર્મેન્સ આપ્યું છે. અમાં પણ ધર્મેન્દ્ર ગોહેલની દાદુભા બારોટ વિશે તો શું કહેવું? દરેક પાત્ર ભજવવામાં કોઈએ ક્યાય કસર છોડી નથી. એકથી એક ડાયલોગ દરેક કેરેક્ટર પર બંધબેસે છે. આ મુવી ફેમિલીના દરેક સભ્યો સાથે બેસીને જોઈ શકે છે. એક પણ એવા સીન નથી આવતા કે તમે ફેમિલી કે વડિલો સાથે ન જોઈ શકો.

મ્યુઝિક

મ્યુઝિકની દ્રષ્ટિએ વાત કરીએ તો શાનદાર સંગીત આપ્યું છે. લગ્ન ગીતો તેમજ મા રાંદલના ગીતો મુવી જોનારાના રુવાંડા ઉભા કરી દે છે. સિંગરમાં અરવિંદ બારોટ, નિશા કાપડિયા, કીર્તિ સાગઠિયા, ઐશ્વર્યા મજમુદાર, શ્રુતિ પાઠક, કાવ્યા લિમયે, રૂષભ આહિર, દેવ પાગલીએ પોતાના સુર આપ્યા છે. શૌર્ય ગીત હોય કે પછી લગ્ન ગીત એક ક્ષણે તો મોઢાં માંથી ‘વાહ’ શબ્દ તો નીકળી જ જાય છે. ક્યાંક અમુક જગ્યાએ એવું લાગે છે કે બેક ગ્રાઉન્ડનું વધારે મ્યુઝિક સંવાદો ઉપર ભારે પડે છે અને સંવાદો સમજવામાં ધ્યાન આપવું પડે છે. બાકી ઓલ ઓવર મ્યુઝિક સારું છે.

જોવું કે ન જોવું

જો તમને ઐતિહાસિક ફિલ્મોમાં વધારે રસ હોય અને ગરબા તેમજ લગ્ન ગીત જોવા ગમતા હોય તો આ મુવી તમારા માટે એકદમ બેસ્ટ છે. જેમને ગુજરાતનો ઈતિહાસ જાણવો છે અને શૌર્ય ગાથાઓ ગમે છે તેમને માટે આ મુવી પૈસા વસુલ છે. ફેમિલીના સભ્યો એક સાથે બેસીને આ મુવી જોઈ શકે છે.

ફિલ્મનું નામ : કસુંબો

રિલીઝ ડેટ : 16 ફેબ્રુઆરી 2024

ડિરેક્ટરનું નામ : વિજયગીરી બાવા

કલાકાર : ધર્મેન્દ્ર ગોહેલ, રૌનક કામદાર, શ્રધ્ધા ડાંગર, ફિરોઝ ઈરાની, વિશાલ વૈશ્ય, દર્શન પંડ્યા મોનલ ગજ્જર

મુવી રનિંગ ટાઈમ : 2 કલાક 36 મિનિટ

રિલીઝ પ્લેટફોર્મ : થિયેટર

રેટિંગ્સ : 5 માંથી 4.5 સ્ટાર્સ

Published On - 9:15 am, Sat, 17 February 24

Next Article