સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી : ધ ડાયમંડ બઝાર રિલીઝ થવાની છે. SLB તેની સિરીઝ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી હીરામંડીના બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે, ‘તિલસ્ મીબાહેં’ અને ‘સકલ બન’. હવે આ સિરીઝનું ત્રીજું ગીત આઝાદી પણ રિલીઝ થઈ ગયું છે, જેમાં હીરામંડીની ગણિકાઓ બ્રિટિશ શાસન સામે લડતી જોવા મળે છે.
સંજય લીલા ભણસાલી ભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. દેવદાસથી લઈને પદ્માવત સુધી, તેમની લગભગ દરેક ફિલ્મમાં ભવ્ય સેટ અને અદભૂત કોસ્ચ્યુમ હતા. હવે ડાયરેક્ટર હીરામંડી સાથે પણ આ જ સરપ્રાઈઝ કરવા તૈયાર છે. આ સિરીઝ તેના ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદથી જ દર્શકોમાં ધૂમ મચાવી રહી છે.
હીરામંડીનું ગીત આઝાદી દેશના અગણિત નાયકો અને સ્વતંત્રતાની લડાઈમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવા માટે બનાવવામાં આવ્યું છે. સિરીઝના આ ગીતમાં સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, મનીષા કોઈરાલા, શર્મિન સહગલ અને સંજીદા શેખ અંગ્રેજો સામેની લડાઈમાં જોડાતાં જોવા મળે છે.
હીરામંડીનું ગીત ‘આઝાદી’ અર્ચના ગોર, પ્રગતિ જોશી, આરોહી, અદિતિ પોલ, તરન્નુમ અને અદિતિ પ્રભુદેસાઈએ તેમના સુંદર અવાજ સાથે ગાયું છે. જ્યારે ગીત એએમ તુરાજ દ્વારા લખવામાં આવ્યું છે. ગીતમાં ઢોલ અને પખાવાજ જેવા પરંપરાગત સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હીરામંડી એક મલ્ટિસ્ટારર વેબ સિરીઝ છે. સિરીઝમાં મનીષા કોઈરાલા ઉપરાંત સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ, શેખર સુમન, ફરદીન ખાન, અધ્યાયન સુમન અને ફરીદા જલાલ પણ મહત્વની ભૂમિકામાં છે. હીરામંડી થોડા દિવસો પછી 1 મેના રોજ એટલે કે આજે Netflix પર સ્ટ્રીમિંગ થશે.