અમદાવાદ અને પુરી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, ઉનાળામાં મુસાફરોની માગ સામે પશ્ચિમ રેલવેએ કરી વ્યવસ્થા

|

May 08, 2024 | 5:28 PM

ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ-પુરી-પાલધી સ્પેશિયલ ટ્રેન શરૂ કારવમાં આવશે જેમાં કુલ 2 ટ્રીપ છે.

અમદાવાદ અને પુરી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, ઉનાળામાં મુસાફરોની માગ સામે પશ્ચિમ રેલવેએ કરી વ્યવસ્થા

Follow us on

ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પુરી-પાલધી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-પુરી-પાલધી સ્પેશિયલ ટ્રેન (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09453 અમદાવાદ-પુરી સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 10 મે 2024ના રોજ 19.10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 13.30 કલાકે પુરી પહોંચશે.

એ જ રીતે, ટ્રેન નંબર 09454 પુરી-પાલધી સ્પેશિયલ પુરીથી રવિવારે 12 મે 2024ના રોજ 16.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00.45 કલાકે પાલધી પહોંચશે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં જલગાંવ, ભુસાવલ, શેગાંવ, અકોલા, વર્ધા, નાગપુર, તુમસર રોડ, ગોંદિયા, દુર્ગ, રાયપુર, લખૌલી, મહાસમુંદ, ખરિયાર રોડ, કાંટાબંજી, ટિટિલાંગઢ, કેસિંગા, મુનિગુડા, રાયગડા, પાર્વતીપુરમ, બોબ્બિલિ, વિજયનગરમ, શ્રીકાકુલમ રોડ, પલાસા, બ્રહ્મપુર, છતરપુર, ખુર્દા રોડ અને સાક્ષીગોપાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 20 કોચ સ્લીપર ક્લાસના હશે.

ટ્રેન નંબર 09453 અમદાવાદ-પુરી સ્પેશિયલને વડોદરા, સુરત, ઉધના અને નંદુરબાર સ્ટેશન પર અતિરિક્ત સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

ટ્રેન નંબર 09453 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Next Article