સોનાની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત એટલે અક્ષય તૃતીયા, સોનાના ભાવમાં તેજી છતા બજારોમાં ધૂમ ખરીદી

|

May 10, 2024 | 12:00 AM

અક્ષય તૃતિયા એટલે સોનાની ખરીદીનો શ્રેષ્ઠ સમય, હાલમાં સોનાના ભાવમાં સારી એવી તેજી થઇ છે. જો કે ઓલ ટાઇમ હાઇથી સોનું થોડું નીચે મળી રહ્યું. ત્યારે જાણકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં તેજી આવી શકે છે. કારણ કે વૈશ્વિક સ્થિતિ હજુ પણ ડામાડોળ છે. જાણકારો માની રહ્યા છે કે સોનાનો ભાવ સુધી એક લાખને પાર જાય તો નવાઈ નહીં.

સોનાની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત એટલે અક્ષય તૃતીયા, સોનાના ભાવમાં તેજી છતા બજારોમાં ધૂમ ખરીદી

Follow us on

અક્ષય તૃતિયા એટલે સોનાની ખરીદીનો શ્રેષ્ઠ સમય, હાલમાં સોનાના ભાવમાં સારી એવી તેજી થઇ છે. જો કે ઓલ ટાઇમ હાઇથી સોનું થોડું નીચે મળી રહ્યું. ત્યારે જાણકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં તેજી આવી શકે છે. કારણ કે વૈશ્વિક સ્થિતિ હજુ પણ ડામાડોળ છે. જાણકારો માની રહ્યા છે કે સોનાનો ભાવ સુધી એક લાખને પાર જાય તો નવાઈ નહીં.

સોનાની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત એટલે અક્ષય તૃતીયા. આ દિવસે લોકો અચુક સોનાની ખરીદી કરતા હોય છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. અત્યારે પણ સોનાના ભાવ 70 હજારની આસપાર છે. છતાં જ્વેલર્સ માની રહ્યા છે કે તેઓને સારી ખરીદીની આશા છે અને સોનાના ભાવ આગામી દિવસોમાં 1 લાખને પણ પાર પહોંચી શકે છે.

હાલ સોનાના ભાવ ઓલ ટાઇમ હાઇથી 4 ટકા નીચે છે. ત્યારે જાણકારો માની રહ્યા છે કે હાલના તબક્કે સોનાની ખરીદી કરી શકાય છે. સોનાનો ઓલ ટાઇમ હાઇ ભાવ 73, 958 છે. આપને નવાઇ લગાશે. પરંતુ એક જ વર્ષમાં સોનાના ભાવમાં 11 હજાર રૂપિયાનો વધારો થયો છે. 2023ની અક્ષય તૃતીયમાં સોનાનો ભાવ 59,845 હતો. જ્યારે હાલ સોનાનો ભાવ 71,000ની આસપાસ છે. ત્યારે જાણકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજૂ પણ સોનાના ભાવ વધી શકે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

છેલ્લા 10 વર્ષના સોનાના ભાવમાં આવેલી તેજીની વાત કરીએ.જેથી સ્પષ્ટ થઇ જશે કે સોનામાં કરેલું આપનું રોકાણ ખુબ જ સુરક્ષીત તો છે.સાથે સાથે આપને સારુ રિટર્ન પણ આપે છે.

સોનામાં આવતી સતત તેજી 

  • 2014-2015 12.5 ટકાનો વધારો
  • 2016-2017 9.63 ટકાનો વધારો
  • 2018માં 8.44 ટકાનો વધારો
  • 2019માં 0.61 ટકાનો વધારો
  • 2019થી 2020 31.81 ટકાની તેજી
  • 2022થી 2023 15.10 ટકાનો વધારો

ઈનપુટ ક્રેડિટ- રાજકોટથી મોહિત ભટ્ટ અને અમદાવાદ હરીન માત્રાવાડિયા

આ પણ વાંચો: હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, અમદાવાદમાં 43 ડિગ્રી સુધી રહેશે તાપમાનનો પારો, 11 મેથી કમોસમી વરસાદ થવાની શક્યતા

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article