અમદાવાદના નરોડામાં અમિત શાહની સભા યોજાઈ જેમા તેમણે જણાવ્યુ કે આજે નરોડામાં 2 ચરણની ચૂંટણીના પરિણામો કહેવા માગુ છુ. 2 તબક્કામાં 100 સીટો પર NDA આગળ ચાલી રહી છે. મને વિશ્વાસ છે તમામ 25 સીટ પર કમળ ખીલશે અને ભાજપના ઉમેદવારો દિલ્હી પહોંચશે. શહેર હોય કે ગામ જંગલ હોય કે દરિયા-કિનારા, પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકારમાં થઈ છે. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યુ રહેતો હતો. આજે જુવાનિયાને પૂછો તો ખબર જ ન હોય કર્ફ્યૂ એટલે શું? શાહે ઉમેર્યુ કે ગુજરાતને હુલ્લડ મુક્ત કરવાનુ કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. બોંબ ધડાકા કરનારાઓ અને દેશવિરોધી તત્વોને શોધી શોધીને જેલમાં નાખવાનુ કામ નરેન્દ્ર મોદીની સરકારમાં થયુ અને દેશની સીમાઓને સુરક્ષિત કરવામાં આવી.
ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય- અમિત શાહ
અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે ખરગેએ નિવેદન આપ્યુ હતુ કે કે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા પરંતુ ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય.
અમિત શાહે કહ્યુ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદની સમાપ્તિનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. આજે જ છત્તીસગઝના 9 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા., હવે સરકાર બનશે તો દેશમાંથી નક્સલવાદ હટાવીને રહેશુ.
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસ સરકારે વિકાસના તમામ કામ રોકવાનુ કામ કર્યુ. BRTS, રિવરફ્રન્ટ તમામ બાબતનો વિકાસ રોકવાનું કામ કર્યુ. અમિત શાહે કહ્યુ હું અમદાવાદમાં રહેલો છુ. પહેલા માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.