CBSE 12th Result : CBSE બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનરની દીકરીએ પણ 12 સાયન્સમાં 97 ટકા મેળવ્યા. જ્યારે અમદાવાદની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીએ પણ 12 સાયન્સમાં 94.6 ટકા મેળવ્યા છે. બંને દીકરીઓ ટ્યુશન વિના સારા માર્કસ મેળવ્યા છે અને હવે બંને દીકરીઓ પૈકી એક સિવિલ સર્વિસ અને એક મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છે છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારની દીકરી દિશીતા કોમારે ધોરણ 12 સાયન્સમાં CBSE બોર્ડ પરીક્ષામાં 97 ટકા મેળવ્યા છે. દિશીતા અમદાવાદના બોપલની તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા B ગ્રૂપ રાખ્યું હતું. દિશીતાએ અગાઉ પણ ધોરણ 10માં ICSE બોર્ડમાં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ત્રીજો રેન્ક મેળવ્યો હતો.
દિશીતા હવે MBBS નો અભ્યાસ કરવા ઈચ્છે છે. દિશીતાએ જણાવ્યું કે તેણે ખૂબ સારી તૈયારી કરી હતી. તે મોબાઇલનો ઉપયોગ કરે છે પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી. મેં NCERT ની દરેક લાઈન સોલ્વ કરી હતી. હું ક્યારેય ટ્યુશનમાં પણ જતી નહોતી. મારું માનવું છે કે તમે સ્કૂલમાં સારું તૈયારી કરો તો ટ્યુશનની જરૂર નથી.
તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી આઈશા ઘાંચીએ 94 ટકા મેળવ્યા છે. આઈશાએ પોતે ડિસેબલ હોવા છતા મહેનત અને સાથ સહકારથી પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે. આઈશાને યુપીએસસી પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાવાની ઈચ્છા છે. આઈશાએ જણાવ્યું હતું કે મને લેબમાં જવામાં અને અન્ય જગ્યાએ જવામાં તકલીફ પડતી હતી. આ પરિણામ મેળવવા માટે સ્કૂલ તરફથી મને ખુબ જ સપોર્ટ રહ્યોં છે. દરેક ટીચર્સએ મને ખુબ જ સપોર્ટ કર્યો જેથી હુ સૌનો આભાર માનું છુ.
આઈશાના પિતા વસીમ ભાઈએ જણાવ્યું હતું કે આઈશાના પરિણામ થી અમે ખુબ જ ખુશ છીએ.તેનું ધોરણ 10માં પણ રીઝલ્ટ ખુબ જ સારુ હતુ.આઈશા અહી જુનિયર કેજીથી અભ્યાસ કરે છે. તે પોતે હેન્ડિકેપ હોવા છતા સ્કૂલે તેને ખુબ સપોર્ટ કર્યો છે. આઈશા લુકો મોટિવ ડિસઓર્ડરથી પીડાઈ રહી છે. સ્પાઈન એની છે તે થોડી ક્રોસમાં છે પગ નાના છે. જમણા પગ એક્ટીવ નથી લેફ્ટ પગમાં પ્રોબ્લેમ છે. આઇશા ને શરૂઆતમાં અન્ય શાળાઓએ પ્રવેશ પણ આપ્યો ના હતો. ત્યાંથી શરૂ કરેલ પરિશ્રમ પરિણામ સુધી પહોંચતા આજે ખુશી થઈ રહી છે.
અમદાવાદની ઝેબર શાળામાં અભ્યાસ કરતા શાશ્વત પંડ્યાએ CBSE બોર્ડની ધોરણ-12ની પરીક્ષામાં 97 ટકા પ્રાપ્ત કર્યા છે. તેણે ધોરણ 12માં સાયકોલોજી વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. શાશ્વતના પરિવારના માતાપિતા ડોક્ટર છે. જ્યાં ડોકટરનું બાળક ડોકટર જ બને એવી માન્યતા છે ત્યાં શાશ્વતે ધોરણ 10 માં 94 ટકા હોવા છતાં સાયન્સના બદલે UPSC ની તૈયારીઓના ભાગરૂપે આર્ટ્સમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને એજ ધ્યેય સાથે સારું પરિણામ પણ મેળવ્યું. ધોરણ 10 બાદ શાશ્વતે UPSC કિલયર કરી સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું હતું. જેમાં વધુ એક ડગલું આગળ વધ્યો છે.
Published On - 9:01 am, Tue, 14 May 24