CBSE ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આજે જાહેર થઈ ગયુ છે જે CBSE બોર્ડનીવેબસાઇટ cbse.gov.in પર મુકવામાં આવ્યુ છે. આ વર્ષે ધોરણ 10માં કુલ 93.6 % વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જે પૈકી આ વર્ષે પણ 94.75% ટકા પરિણામ સાથે સૌથી વધુ છોકરીઓ પાસ થઈ છે. જ્યારે 92.71% છોકરાઓ પાસ થયા છે. આ વર્ષે પણ છોકરાઓ કરતા છોકરીઓનુ પરિણામ સારુ રહ્યુ છે. ગત વર્ષે 92.27 % છોકરાઓ અને 94.25% દીકરીઓ પાસ થઇ હતી. આ વર્ષે CBSE ધોરણ 10માં 91.30 ટકા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પાસ થયા છે.
CBSE ધોરણ 12માં ટોપર્સ રહેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે tv9 એ ખાસ વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે પ્રથમ દિવસથી જ તેમણે મહેનત શરૂ કરી દીધી હતી અને સતત મહેનતની ફળશ્રુતિ રૂપે જ તેમના 96 ટકા રિઝલ્ટ આવ્યુ છે. રોજનું ટાઇમ ટેબલ તૈયાર કરી મહેનત કરવી જરૂરી છે.
અન્ય એક ટોપર્સ વિદ્યાર્થિનીએ તેમની મહેનત વિશે જણાવ્યુ કે NCERTના પુસ્તકોને મહત્વ આપવુ જરૂરી છે. બોર્ડની પરીક્ષામાં NCERTના પુસ્તકો ભગવદ્દ ગીતા સમાન છે. આખા વર્ષ દરમિયાન આ NCERTની દરેક બુક્સ વાંચવાથી ધાર્યુ પરિણામ લાવી શકાય છે. વિદ્યાર્થીનીએ વધુમાં જણાવ્યુ કે છેલ્લા 10 વર્ષના પેપર સોલ્વ કર્યા, તેમજ સ્કૂલમાં લેવાયેલી પ્રીબોર્ડ એક્ઝામ્સને કારણે પણ ઘણો ફાયદો થયો. ખાસ કરીને સતત વાંચનની સાથે પેપર લખવાની પ્રેકટિસ પણ એટલી જ જરૂરી છે. જેથી પરીક્ષામાં સારુ પર્ફોમ કરી શકાય છે.
ટોપર્સ જણાવે છે કે સતત વાંચન બાદ ફ્રેશ થવા માટે સોશિયલ મીડિયા જોવાને બદલે ગાર્ડનમાં વોકિંગ માટે જવાનુ વધુ સારુ રહે છે. માતાપિતા અને મિત્રો સાથે વાતો દ્વારા ફ્રેશ થઈ જવાય છે. બોર્ડ એક્ઝામ્સ દરમિયાન અને બોર્ડના વર્ષ દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો બને તેટલો ઓછો કરવાની સોનેરી સલાહ ટોપર્સ આપે છે.
આ પણ વાંચો: મુંબઈમાં મોસમનો બદલાયો મિજાજ, આંધી સાથે એકાએક વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ -જુઓ Video
Published On - 7:26 pm, Mon, 13 May 24