પરદેશમાં ગુજરાતી કલ્ચરને નવી ઓળખ આપનારા આર્ટિસ્ટ હાર્દિક ચૌહાણ ટીવી9 ગુજરાતીના પ્રવાસી ગુજરાતી પર્વમાં આપશે હાજરી

|

Feb 07, 2024 | 7:47 PM

ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. ત્યારે આ પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણીમાં પ્રખ્યાત કલાકાર, જર્મનીમાં ગુજરાતી કલ્ચરલ બ્રાન્ડ એમ્બેસેડર એવા હાર્દિક ચૌહાણ ખાસ હજાર રહેશે.

પરદેશમાં ગુજરાતી કલ્ચરને નવી ઓળખ આપનારા આર્ટિસ્ટ હાર્દિક ચૌહાણ ટીવી9 ગુજરાતીના પ્રવાસી ગુજરાતી પર્વમાં આપશે હાજરી

Follow us on

અમદાવાદ ફરી એક વાર પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. દુનિયાના 40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે.

2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર આ આયોજનનું બીજું સંસ્કરણ આપણા અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ યોજાશે. દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવશે છે. આ આયોજનમાં 1000થી વધુ એનઆરજી, અને 1500થી વધુ એનઆરઆઇની હાજરીમાં આ કાર્યક્રમ ગુજરાતીઓના ગૌરવનો સૌથી મોટો મેળો બની રહેશે.

જર્મનીમાં ગુજરાતી કલ્ચરલના બ્રાન્ડ એમ્બેસેડર એવા હાર્દિક ચૌહાણ રહેશે હાજર

મહત્વની વાત એ છે કે ગુજરાતી સાસંકૃતિને જર્મનીમાં ઉજાગર કરનાર હાર્દિક ચૌહાણ આ કાર્યક્રમ માં ખાસ હાજર રહેવાના છે. મેડિકલ એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા તેઓ અમદાવાદથી જર્મનીમાં ગયા, પરંતુ તેઓ સંગીતને પાછળ છોડી શક્યા નહીં. ચૌહાણે ગાયકવૃંદ જૂથ, કોલેજિયમ વોકલ – સ્ટુડીરેન્ડેન્ચોર ડેર એફએસયુ જેના, જર્મની સાથે લોકગીતો રજૂ કરીને દેશમાં થોડી ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કોરોનાને કારણે બે વર્ષ સુધી ઘરે રહ્યા પછી, ચૌહાણ જ્યારે જર્મનીમાં લોકડાઉન હટાવવામાં આવ્યું ત્યારે ફરીથી શો શરૂ કર્યો હતો. તેણે પહેલેથી જ એક મ્યુઝિકલમાં પરફોર્મ કર્યું હતું જે સંપૂર્ણપણે જર્મનમાં હતું. જો કે, અભિનયની નોકરી માટે ઘણી ઓફરો પ્રાપ્ત થઈ હોવા છતાં, તેણે ગાયક સાથે જોડાવાનું નક્કી કર્યું કારણ કે તે ગાયન તરફ વધુ પ્રેમ હતો. જોકે તેમનું જર્મનીમાં ગાયેલું મોર બની થનગાટ કરે ગીત થી તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા.

Published On - 7:37 pm, Wed, 7 February 24

Next Article