ગર્ભવતી હોવાથી અગાઉ ઇન્ટરવ્યૂ નહોતી આપી શકી, હાઇકોર્ટના આદેશથી મળ્યો બીજો મોકો અને ચમક્યું મહિલાનું નસીબ

|

Feb 28, 2024 | 7:25 PM

ગર્ભાવસ્થાના અંતિમ દિવસો ચાલતા હોવાથી મહિલા ગાંધીધામથી ગાંધીનગર ન આવી શકી જેના કારણે તેનું ઇન્ટરવ્યૂ પણ ન થયું અને આ જ વાત લઈને મહિલાએ તેમના એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ કોર્ટના આદેશથી બીજો મોકો મળ્યો અને મહિલા SEBC કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ આવી.

ગર્ભવતી હોવાથી અગાઉ ઇન્ટરવ્યૂ નહોતી આપી શકી, હાઇકોર્ટના આદેશથી મળ્યો બીજો મોકો અને ચમક્યું મહિલાનું નસીબ
Gujarat High Court

Follow us on

GMDCમાં ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા પડ્યા બાદ કચ્છની એક મહિલાએ તેના માટે આવેદન કર્યું હતું અને તબક્કાવાર પરીક્ષાઓ પાસ કર્યા બાદ ડિસેમ્બરમાં GPSC દ્વારા તેના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. પરંતુ સંજોગો વસાત બન્યું એમ કે મહિલા ગર્ભવતી થયા અને ઇન્ટરવ્યૂના દિવસો દરમિયાન ગાંધીધામથી ગાંધીનગર ઇન્ટરવ્યૂ આપવા આવવું તે અશક્ય હતું અને તેના માટે જ મહિલા દ્વારા GPSCને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ GPSC દ્વારા અગાઉ મહિલાની અરજીને ધ્યાનમાં લેવાઈ ન હતી.

ગર્ભાવસ્થાના અંતિમ દિવસો ચાલતા હોવાથી મહિલા ગાંધીધામથી ગાંધીનગર ન આવી શકી જેના કારણે તેનું ઇન્ટરવ્યૂ પણ ન થયું અને આ જ વાત લઈને મહિલાએ તેમના એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા.

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ નિખિલ કેરીએલ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને GMDC અને GPSCની ટીકા કરી અને મહિલા સાથે જાતીય અસંવેદનશીલતા દાખવવા માટે રોષ પણ વ્યક્ત કર્યો જે બાદ તબક્કાવાર રીતે હાઇકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાઈ અને અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 15 દિવસની અંદર મહિલાનો ઇન્ટરવ્યૂ લેવા માટે આદેશ આપવામાં આવ્યો. જે બાદ GPSCએ મહિલા માટે વિશેષ ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું અને આજે જ્યારે તે પરિણામ જાહેર થયું ત્યારે તે મહિલાએ પોતાની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને સૌ કોઈને ચોકાવી દીધા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

એક તરફ જીપીએસસીના વલણને કારણે તેઓ ઇન્ટરવ્યૂ ન આપી શકતા હતા, પરંતુ ગુજરાત હાઇકોર્ટે ખરેખરમાં ન્યાય અપાવવાનું કામ કર્યું છે અને તમામ લોકો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પછી આવેલ પરિણામની અસર થશે અને અનેક વર્ષો સુધી સ્પર્ધાત્મક પરીક્ષામાં જો કોઈ મહિલા સાથે અન્યાય થશે તો આ ચુકાદો ખૂબ જ અસરકારક સાબિત થશે.

આ પણ વાંચો અમદાવાદમાં વધુ એક વૃદ્ધ મહિલાની હત્યા, ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Next Article
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ મહિલાની હત્યા, ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ
અમદાવાદમા ક્રેટા કારમાં હરતા ફરતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ કરતું સ્ટેટ મોનીટરિંગ સેલ, ચોરખાનાનો વીડિયો જોઈ તમે પણ ચોંકી ઉઠશો