જીપીએસસી
જીપીએસસી નું પૂરું નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ છે. આ સંસ્થાની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે 1 મે 1960ના રોજ થઈ હતી. જીપીએસસીની સ્થાપના ભારતના બંધારણની કલમ 351(1) હેઠળ કરવામાં આવી હતી. જીપીએસસી ગુજરાતમાં નાગરિક સેવાઓ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી માટે કાર્ય કરે છે. જીપીએસસી એક્ઝામ સિલેક્શન પ્રક્રિયા, પ્રવેશ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ પર આધારિત છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) રાજ્ય સરકારમાં વિવિધ વહીવટી જગ્યાઓ માટે ભરતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતા રસ ધરાવતા ઉમેદવારો જીપીએસસી પરીક્ષા માટે અરજી કરી શકે છે અને તેમના કરિયરના લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રયત્ન કરી શકે છે. અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન અને તૈયારીની વ્યૂહરચનાઓની સંપૂર્ણ સમજ સાથે ઉમેદવારો જીપીએસસી પરીક્ષામાં તેમની સફળતાની તકો વધારી શકે છે.
જીપીએસસી એ ગુજરાત લેવલે લેવાતી એક્ઝામ છે. જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવે છે. જ્યારે યુપીએસસી નેશનલ લેવલે લેવાતી પ્રક્રિયા છે. જે કેન્દ્ર લેવલે એક્ઝામ પ્લાનિંગ કરે છે. એક્ઝામ પેટર્ન 3 સ્તર પર લેવામાં આવે છે. જેમ કે એન્ટ્રસ એક્ઝામ, ડિસ્ક્રિપ્ટિવ પેપર અને છેલ્લે ઈન્ટરવ્યૂ થાય છે. આ 3 તબક્કામાંથી પસાર થયા પછી ઉમેદવાર સિલેક્શન થાય છે.