ત્રીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસનો છેલ્લી ઘડીનો પ્રચાર, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હિંમતસિંહે યોજી બાઈક રેલી

|

May 05, 2024 | 2:53 PM

ત્રીજા તબક્કાના મતદાન પહેલા છેલ્લી ઘડીના પ્રચારમાં તમામ પક્ષો તાકાત લગાવી રહ્યા છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ખુલ્લી જીપ સાથે બાઈક રેલી યોજી પ્રચાર કરતા જોવા મળ્યા હતા

ત્રીજા તબક્કાના મતદાન પહેલા તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડીના જાહેર પ્રચારમાં એડીચોટીનું ચોર લગાવી રહ્યા છે. રાજ્યની બંને દિગ્ગજ પાર્ટીઓ હાલ પ્રચારમાં વ્યસ્ત બની છે. 7મી મે એ ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થવાનુ છે ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા તમામ પક્ષો છેલ્લી ઘડીના પ્રચારમાં તાકાત લગાવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે આજે ખુલ્લી જીપ સાથે બાઈક રેલી યોજી હતી. જે પૂર્વ વિસ્તારના વિવિધ માર્ગો પર ફરી હતી. જેમા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય એ માટે અંતિમ તબક્કામાં ઉમેદવારો રોડશો અને રેલીઓ કરતા જોવા મળી રહ્યા છે.

“મે હંમેશા અમદાવાદમાં રેકોર્ડ તોડ્યો છે”

આ તકે હિંમતસિંહે જીતનો દાવો કરતા જણાવ્યુ કે મે હર હંમેશા અમદાવાદનો રેકોર્ડ તોડ્યો છે. 2000માં અમદવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિપક્ષના નેતા પદે રહેતા 22 વર્ષ પછી મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હું લઈને આવ્યો હતો. એ બાદ કોંગ્રેસ પાર્ટીએ મને મેયર બનાવ્યો હતો. એ જ પ્રમાણે વર્ષ 2017માં 26 વર્ષથી ભાજપના ધારાસભ્યો અહીંથી ચૂંટાતા હતા, એ સમયે પણ મે રેકોર્ડ તોડ્યો અને પૂર્વમાં કોંગ્રેસને જીત અપાવી હતી. વધુમાં હિંમતસિંહે કહ્યુ કે મારુ કાર્ય એજ મારી ઓળખ છે અને જનસેવા એ મારો જીવનમંત્ર રહ્યો છે. મારા ઘરના દરવાજા હંમેશા લોકો માટે ખુલ્લા રહે છે. કોરોના જેવી મહામારી સમયે, કે લોકોની કોઈપણ મુશ્કેલી સમયે મદદ માટે આવનારા લોકોની વ્યક્તિનું મે ક્યારેય નામ નથી પૂછતો. લોકોની હંમેશા મદદ કરી છે આથી લોકોને સ્નેહ મારા માટે અતૂટ છે તેવો વિશ્વાસ હિંમતસિંહે વ્યક્ત કર્યો.

“જનતા બેરોજગારી, મોંઘવારી, પેપરલીક જેવા પ્રશ્નોથી કંટાળેલી છે”

વધુમાં હિંમતસિંહે  જણાવ્યુ કે વખતે લોકો પક્ષાપક્ષીથી દૂર રહીને મતદાન કરશે અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર પરિવર્તન આવશે અને જનપ્રતિનિધિ તરીકે લોકો મને ચૂંટીને મોકલશે તેવો હિંમતસિંહે દાવો પણ કર્યો. મુદ્દાઓ પર વાત કરતા હિંમતસિંહે જણાવ્યુ કે ભાજપના ગેરવહીવટો, ભ્રષ્ટાચાર,બેરોજગારી, વીએસ હોસ્પિટલને બંધ કરાઈ, શિક્ષણના પ્રશ્નો, કરોડોના ખર્ચે બ્રિજના કામોમાં થતા કૌભાંડ, ભ્રષ્ટાચાર, વારંવાર પેપરલીક, મોંઘવારી સહિતના મુદ્દે જનતા કંટાળેલી છે અને આ મુદ્દાઓને ધ્યાને લઈને લોકો કોંગ્રેસને જીતાડશે તેવુ પણ તેમણે જણાવ્યુ.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વથી ભાજપે હસમુખ પટેલને રિપીટ કર્યા છે, કોંગ્રેસે અહીથી પહેલા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. જેમણે પાછળથી ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતા કોંગ્રેસે હિંમતસિંહ પટેલને મેદાને ઉતાર્યા છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આ પણ વાંચો: બનાસની બેન ગેનીબેનથી જાણીતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની tv9 સાથે ખાસ વાતચીત- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:51 pm, Sun, 5 May 24

Next Article