ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધનને પડકાર આપવા માટે ભાજપે કસી કમર, કોળી સમાજના મતદારોને પોતાના તરફ ખેંચવા મહારથીઓને ઉતાર્યા મેદાને- વીડિયો

|

Mar 19, 2024 | 12:09 AM

ભાવનગરમાં ભાજપ પોતાનો રેકોર્ડ યથાવત રાખવા અને 5 લાખની લીડથી જીતવા કમર કસી રહી છે. ત્યારે ભાજપના વિજયરથને રોકવા માટે ઈન્ડિયા ગંઠબંધન પણ મેદાને ઉતરી ગયુ છે. ભાવનગર બેઠક પર આ વખતે લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બનવા જઈ રહ્યો છે.

ભાવનગર લોકસભા સીટ પર આ વખતે કોળી સમાજ સામે કોળી સમાજની લડાઈ છે. કારણ કે ભાજપ અને આપ બન્ને પક્ષના ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે. ત્યારે કોળી સમાજના મતોમાં વિભાજન થવાની પુરી શક્યતાઓ છે. બીજી તરફ કોળી સમાજના મતદારોને પોતાના પક્ષ તરફ ખેંચવા ભાજપ માઈક્રો પ્લાનિંગના મહારથીઓને મેદાનમાં ઉતાર્યા છે. કોળી સમાજમાં ભાજપ દ્વારા સમાજને અનેક હોદ્દાઓ ટિકિટો અને સમાજના વિકાસમાં ભાજપ દ્વારા ખૂબ ધ્યાન રખાયું હોવાના સંદેશા સાથે કોળી સમાજમાં નાની નાની ગ્રૂપ મિટિંગો શરૂ થઈ ચૂકી છે.

ભાજપ દ્વારા કાર્યાલયો ના ઉદ્દઘાટનો શરૂ થઈ ગયા છે. અને સમાજ અને જ્ઞાતિ વાઇઝ મિટિંગો નો દોર શરૂ છે. જોકે ભાજપ દ્વારા નાનામાં નાની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. અને 5 લાખના લીડના ટાર્ગેટ સાથે ભાજપ દ્વારા અનેક રાજરમતો શરૂ કરાઇ છે. કોંગ્રેસ અને આપ હજુ કાઈ મતો ને લઈ ને ગોઠવણ કરે તે પહેલાં ભાજપ ઘણું બધું મતો ને લઈને ગોઠવી લેવાની તૈયારીમાં છે.

કોળી સમાજ સિવાય અન્ય સમાજો ખાસ કરીને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનો એક પણ મત બીજે ના જાય તે માટે અનેક ચોકઠાઓ ભાજપ દ્વારા ગોઠવાઈ રહ્યા છે. ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધને ભાજપને પડકાર આપવા માટે તૈયારીઓ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વિશ્વાસ છે કે જનતા આ વખતે ભાજપને નહીં પરંતુ તેઓને મત આપશે. ભાજપની 5 લાખની લીડથી જીતવાના દાવાઓ સામે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સવાલો ઉભા કર્યા છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ભાવનગર લોકસભામાં કુલ સાત વિધાનસભા સીટ આવે છે. જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલીતાણા, બોટાદ અને ગઢડા છે. આ સાત વિધાનસભા બેઠકમાંથી 6 બેઠક પર ભાજપના ધારાસભ્ય છે અને બોટાદ એક સીટ પર AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે. ભાવનગરમાં મતદાનની જો વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભામાં કુલ મતદારોની સંખ્યા 18,27,144 છે.. જેમાં મહિલા મતદારોની સંખ્યા 8,82,034, અને પુરૂષ મતદારો 9,45,076ની સંખ્યા છે.
ભાવનગર બેઠક પર કોળી સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે…GFX-IN જ્ઞાતિના સમીકરણોની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભામાં આશરે કોળી સમાજ 6 લાખથી વધારે મતદારો છે. પટેલ સમાજ 3.25 લાખથી વધારે, ક્ષત્રિય સમાજ 2.50 લાખ, ઠાકોર સમાજ – ચુવાળીયા કોળી સમાજ 1.50 લાખ, મુસ્લિમ સમાજ 1.50 લાખ, માલધારી સમાજ, ભરવાડ, આહીર, રબારી અને ચારણ 2 લાખ, દલિત સમાજ 1.25 લાખ મતદારો છે.GFX-OUT

હાલ તો સત્તાના સમીકરણ ભાજપના પક્ષમાં છે. પરંતુ પ્રચાર યુદ્ધના 60 દિવસમાં બાજી બદલી પણ શકે છે. જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત એક થઇ જાય તો ભાવનગરમાં ભાજપને પડકાર જરૂર આપી શકે છે.

આ પણ વાંચો: ભાવનગર: મહુવાના બગદાણા- કોટિયા રોડની બિસ્માર સ્થિતિને લઈને ગામલોકોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી- સૂત્ર- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:06 am, Tue, 19 March 24

Next Article