ભાવનગર: મનપાના રોડના કામમાં ભ્રષ્ટાચારનો ખુલાસો, કંપનીએ મોકલેલા સાતેય ટ્રકમાં 14 ટન ડામર ઓછું હોવાનું ખૂલ્યુ

|

Feb 06, 2024 | 6:43 PM

ભાવનગર: ભાવનગર મહાનગર પાલિકામાં ચાલતી લોલંલોલનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. tv9 ગુજરાતીએ રોડ પર રોડ બનાવી દેવાનો અહેવાલ પ્રસારીત કર્યા બાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઓડિટ વિભાગે રોડ કામગીરી અંગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ ચેકિંગમાં સામે આવ્યુ કે રોડ બનાવવા માટેના મટિરીયલ માટેનો જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપની દ્વારા જ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહી છે.

ભાવનગરના આનંદનગરમાં રોડ પર રોડ બનાવવાની કામગીરીના કૌભાંડનો ખૂલાસો થયાને હજુ બે દિવસ માંડ થયા છે ત્યા ભાવનગર મહાનગર પાલિકાના રોડ વિભાગની વધુ એક લોલંલોલ સામે આવી છે. tv9 ગુજરાતીએ અહેવાલ પ્રસારીત કર્યા બાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઓડિટ વિભાગે શહેરમાં ચાલતી રોડ કામગીરી અંગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન શહેરના ઉત્તર નગર રૂવા વોર્ડમાં પ્રભુદાસ તળાવ પાસે બનાવવામાં આવતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.

ડામરનું વજન ઓછુ હોવાનું આવ્યુ સામે

રોડની કામગીરી માટે જે કંપનીને મટિરિયલ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે કંપનીના ડામર લઈને આવતા 7 ટ્રકમાં 14 ટન ડામર ઓછો હોવાનો ખૂલાસો થયો છે. મધુરમ કંપનીમાંથી મોકલવામાં આવેલા સાતેય ટ્રક પૈકી દરેક ટ્રકમાં 2 હજાર કિલો ડામર ઓછો હોવાનુ સામે આવ્યુ છે. પરંતુ વિચારવાની વાત એ છે કે BSG મટિરીયલ પ્લાન્ટ પરના ગેટ પાસમાં જ્યારે ટ્રકના ડામરનું વજન કરવામાં આવ્યુ ત્યારે બરાબર આંકડો સામે આવ્યો છે. ત્યારે હવે મનપાના અધિકારીઓએ ફરી વેબ્રિજમાં ક્રોસ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમા દરેક ટ્રકમાં બે ટન ડામર ઓછો હોવાનું સામે આવ્યુ છે. મનપાના રોડ વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે.

આનંદનગરમાં નવા નક્કોર રોડ પર નવો રોડ બનાવવા પાસ કરી દેવાયો એસ્ટીમેટ

આપને જણાવી દઈએ કે હજુ બે દિવસ પહેલા જ આનંદનગર વિસ્તારમાં એકદમ સમથલ રોડ પર ફરી નવો રોડ બનાવવાનો એસ્ટીમેટ પાસ કરી દેવાયો હતો અને એ વિસ્તારના કોન્ટ્રાક્ટરને પણ આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી. જો કે રોડના ખાતમુહૂર્ત કરવા પહોંચેલા મેયરના ધ્યાને આ વાત આવતા એસ્ટીમેટ રદ કરી દેવાયો હતો અને મનપાના અધિક મદદનીશ ઈજનેરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ પણ વાંચો: ભાવનગર: મહાનગરપાલિકાએ ફરી કર્યુ અક્કલનું પ્રદર્શન, ચકાચક રોડ પર નવો રોડ બનાવવાની આપી દીધી મંજૂરી, ખાતમુહૂર્ત સમયે ધ્યાને આવી મૂર્ખામી- વીડિયો

રોડના કામમાં ડામરના મટિરીયલમાં સામે આવ્યો ભ્રષ્ટાચાર

આજની રૂવા વોર્ડની ઘટનામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર જઈને તપાસ કરતા ડામરમાં કૌભાંડ કરાતુ હોવાનુ સામે આવ્યુ છે. વારંવાર આ પ્રકારે કૌભાંડ સામે આવતા તેને રોકવા માટે શું કાર્યવાહી કરાશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, અહીં વજન કાંટાની ભૂલ બતાવી ઘટના પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે ત્યારે સવાલ એ પણ છે કે વજનકાંટાની ભૂલ કે સમજી વિચારીને કરાયેલુ કૌભાંડ તે પણ તપાસનો વિષય છે. રોડની કામગીરીમાં મટિરીયલમાં આ પ્રકારે આચરાતા ભ્રષ્ટાચારને કારણે જ થોડા વરસાદમાં રોડ તૂટી જાય છે, ખાડા પડી જાય છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article