Mahisagar : મહીસાગરની દિવ્યાંગ દિકરી બાંગ્લાદેશમાં વગાડશે ગુજરાતનો ડંકો, સ્પેશિયલ ઓલિમ્પિકમાં રમશે ફુટબોલ

|

Apr 08, 2024 | 2:37 PM

મહીસાગરના ખાનપુરના મછારના મુવાડા ગામની હોનહાર દીકરી હેતલ મછાર તેનું ઉદાહરણ છે. નાનપણથી જ માનસિક રીતે ક્ષતિ ધરાવતી મનો દિવ્યાંગ દીકરી હેતલને કુદરતે એવી બક્ષિસ આપી છે કે જેના થકી તે દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ ગૌરવાન્વિત કરવા જઇ રહી છે.

Mahisagar : મહીસાગરની દિવ્યાંગ દિકરી બાંગ્લાદેશમાં વગાડશે ગુજરાતનો ડંકો, સ્પેશિયલ ઓલિમ્પિકમાં રમશે ફુટબોલ
Mahisagar

Follow us on

જ્યારે કુદરત કોઇ એક વસ્તુ છીનવી લે છે, તો સામે બીજું ઘણું બધું આપી તેની ભરપાઇ કરી દે છે. મહીસાગરના ખાનપુરના મછારના મુવાડા ગામની હોનહાર દીકરી હેતલ મછાર તેનું ઉદાહરણ છે. નાનપણથી જ માનસિક રીતે ક્ષતિ ધરાવતી મનો દિવ્યાંગ દીકરી હેતલને કુદરતે એવી બક્ષિસ આપી છે કે જેના થકી તે દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ ગૌરવાન્વિત કરવા જઇ રહી છે.

ક્રિકેટ ઘેલા ભારતમાં ગુજરાતની દીકરી હેતલે ફૂટબોલ રમીને પોતાની આગવી ઓળખાણ બનાવી છે. તાલુકો હોય કે રાજ્ય કે પછી નેશનલ લેવલની સ્પર્ધા હોય, હેતલે દરેકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. હવે તે બાંગ્લાદેશમાં 16 થી 22 એપ્રિલ દરમિયાન આયોજિત સ્પેશ્યલ ઓલિમ્પિક્સ સાઉથ એશિયા યુનિફાઇડ ફૂટબોલ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઇ રહી છે.

સામાન્ય પરિવારમાંથી આવે છે હેતલ

જિંદગીમાં અભાવના રોદણા રડ્યાં કરનારાઓએ હેતલના ઘરની સ્થિતિ પર નજર કરવાની જરૂર છે.અત્યંત સામાન્ય ઘરમાં રહેતી અને ગરીબીમાં જીવતી હેતલને 3 બહેનો અને એક ભાઇ મળી કુલ 6 લોકોનો પરિવાર છે.તેના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વડાગામની જે એસ દરજી હાઇસ્કૂલમાં ભણતી હેતલને નાનપણથી જ રમતગમતમાં રસ હતો. દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટરે હેતલની પ્રતિભાને ઓળખી તેને તાલીમ આપી.તો સ્કૂલના પીટી ટીચરે પણ વિશેષ ધ્યાન આપી હેતલને ફૂટબોલની રમતમાં પારંગત બનાવી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

બાંગ્લાદેશના ઢાકામાં રમશે હેતલ

સામાન્ય પરિવાર અંતરિયાળ ગામડું અને પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે ઉછરેલી હેતલ હવે બાંગ્લાદેશના ઢાકામાં રમવા જઇ રહી છે.આ પહેલા તે 10 થી 15 એપ્રિલ સુધી હરિયાણાના ફરિદાબાદમાં નેશનલ લેવલે તાલીમ મેળવશે.ત્યારે હેતલની દેશના સીમાડા વટાવનારી સિદ્ધિને લઇને તેનો પરિવાર અને શાળાનો સમગ્ર સ્ટાફ ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

Next Article