સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

|

Mar 25, 2024 | 7:09 PM

લોકસભાની સાબરકાંઠા બેઠક પર ભાજપે નવા ચહેરાને તક આપી છે. ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. મહિલા ઉમેદવાર શિક્ષિકા છે અને તેઓએ ટિકિટ મળવાને લઈ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો
ભાજપે શિક્ષિકાને આપી તક

Follow us on

ભાજપે સાબરકાંઠા બેઠક પર હવે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને પસંદ કરીને નવા ચહેરાને તક આપી છે. સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે, હવે ભાજપે દિપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે.

ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર પર ભાજપે નજર દોડાવી હતી. જે મુજબ અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓમાં સામાજીક અને શિક્ષિત યુવા ચહેરા પર નજર ફેરવવામાં આવી રહી હતી. આ દરમિયાન નવા જ ચહેરાને તક આપવામાં આવી છે.

કોણ છે શોભનાબેન બારૈયા? જાણો

લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ચૂંટણી લડવા માટે રાજીનામું ધર્યુ છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ભાજપે શિક્ષિત અને મહિલા ચહેરાને પસંદ કરતા શોભનાબેન પર પસંદગી ઉમેદવાર તરીકે ઉતારી છે. શોભનાબેનની રાજકીય સૂઝ બૂઝ અને તેમની વાત કરવાની ઢબને લઈ તેમની પર ભાજપની નજર ઠરી હોવાનું મનાય છે. ગુજરાતી અને હિન્દી ભાષા પર સારી પકડ હોવા સાથેની વાતચીત સાંસદના ઉમેદવાર તરીકે મહત્વની બની રહેવાનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે. તેઓએ શિક્ષણ અને મહિલાઓને પ્રોત્સાહન સહિત અરવલ્લી અને સાબરકાંઠાના વિકાસને માટે તત્પર હોવાનું જણાવ્યુ છે.

મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની

શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહેન્દ્રસિંહ બારૈયા આ પહેલા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે. તો ગત વિધાનસભા 2022 ની સામાન્ય ચૂંટણીમાં હિંમતનગર અને પ્રાંતિજ બેઠક પર તેમની રણનીતિભરી કામગીરીને લઈ પક્ષની નજરમાં રહ્યા હતા. જેને લઈ મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપવા માટે પસંદ કરવામાં આવ્યું હોય એમ માનવામાં આવી રહ્યુ છે.

અગાઉ 2 મહિલા સાંસદ ચૂંટાયા

સાબરકાંઠા બેઠક પરથી અત્યાર સુધીમાં બે મહિલા સાંસદ ચૂંટાઇને સંસદમાં પહોંચી છે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ 1973માં ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ 1996, 1998 અને 1999 માં નિશાબેન ચૌધરી ચૂંટાઇ આવ્યા હતા. આમ બે વાર અગાઉ સાબરકાંઠા બેઠકનું પ્રતિનિધિત્વ સંસદમાં મહિલાઓએ કર્યુ છે. હવે ફરી એકવાર સાબરકાંઠા બેઠક પરથી મહિલા ઉમેદવાર જાહેર થયા છે.

આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:12 am, Mon, 25 March 24

Next Article