Mexico Breaking News : મેક્સિકોમાં પ્રાર્થના દરમિયાન ચર્ચની છત પડી, 11ના મોત, 60 ઘાયલ

|

Oct 03, 2023 | 6:46 AM

મેક્સિકોના ઉત્તરીય અખાતમાં સ્યૂદાદ મૈડેરોમાં પ્રાથના દરમિયાન રોમન કેથોલિક ચર્ચની છત તૂટી પડતાં અગિયાર લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમુલિપાસ રાજ્ય સુરક્ષા પ્રવક્તાના કાર્યાલયે માહિતી આપી હતી કે આ અકસ્માતમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે લગભગ 100 લોકો ચર્ચની અંદર હતા.

Mexico Breaking News : મેક્સિકોમાં પ્રાર્થના દરમિયાન ચર્ચની છત પડી, 11ના મોત, 60 ઘાયલ
Mexico Breaking News

Follow us on

મેક્સિકોના ઉત્તરીય અખાતમાં સ્યૂદાદ મૈડેરોમાં પ્રાથના દરમિયાન રોમન કેથોલિક ચર્ચની છત તૂટી પડતાં અગિયાર લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમુલિપાસ રાજ્ય સુરક્ષા પ્રવક્તાના કાર્યાલયે માહિતી આપી હતી કે આ અકસ્માતમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે લગભગ 100 લોકો ચર્ચની અંદર હતા.

આ અકસ્માતમાં બચી ગયેલી જોસેફિના રામિરેઝે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે મને લાગ્યું કે હું મારા પરિવારને ફરીથી જોઈ શકીશ નહીં. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે મને ખ્યાલ જ નથી કે અમે કેવી રીતે બહાર આવ્યા થયા. રામિરેઝે પાછળથી ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું કે તેની 3 વર્ષની પૌત્રી અને અન્ય સંબંધીઓ પણ બચી ગયા.

આ પણ વાંચો : Vaibhav Jewellers IPO Listing : 2.25 ગણો સબસ્ક્રાઈબ થયો હતો IPO, આજે લિસ્ટિંગ કેવું રહેશે?

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

સામૂહિક પ્રાર્થના દરમિયાન અકસ્માત

તામૌલિપાસ સુરક્ષા પ્રવક્તા જોર્જ કુએલરે જણાવ્યું હતું કે બચાવ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે અને અન્ય કોઈને ઈજા થવાની અપેક્ષા નથી. દુર્ઘટના સમયે સમૂહનું નેતૃત્વ કરી રહેલા પાદરી રેવ. એન્જલ વર્ગાસે કહ્યું કે કેટલાક લોકો આ દુનિયા છોડી ગયા છે અને આપણામાંથી કેટલાક બાકી છે. જેઓ ગયા છે તેઓને શાંતિ મળે.

ચર્ચની છત કેમ પડી?

ચર્ચની છત શા માટે તૂટી તે હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી. કુએલરે કહ્યું કે નિષ્ણાતો આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનું કારણ નક્કી કરવા માટે પહોંચી રહ્યા છે. જોકે, ચર્ચની જાળવણીના અભાવે આ દુર્ઘટના થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગવર્નર અમેરિકન વિલારિયલે શોક વ્યક્ત કર્યો

આપને જણાવી દઈએ કે દુર્ઘટના બાદ રેડક્રોસ ઉપરાંત રાજ્ય પોલીસ, રાજ્ય નાગરિક સંરક્ષણ કાર્યાલય અને નેશનલ ગાર્ડ સહિતની જાહેર એજન્સીઓ બચાવ કામગીરીમાં સામેલ થઈ હતી. તમુલિપાસના ગવર્નર અમેરિકનો વિલારિયલે સોશિયલ મીડિયા પર કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:35 am, Tue, 3 October 23

Next Article