હવે મેળવો રાહત…. રાતોરાત ઠીક થઈ જશે ફાટેલી એડી, તમારે બસ આ કામ કરવું પડશે, આ છે રામબાણ ઉપાય

|

Mar 24, 2024 | 12:14 PM

Cracked Heels Home Remedies : ફાટેલી એડીની સમસ્યાને ઘરે જ ઠીક કરી શકાય છે. અહીં જાણો કેવી રીતે હોમમેડ ક્રીમ બનાવવી અને તેને ફાટી ગયેલી એડી માટે કેવી રીતે લગાવવી.

હવે મેળવો રાહત.... રાતોરાત ઠીક થઈ જશે ફાટેલી એડી, તમારે બસ આ કામ કરવું પડશે, આ છે રામબાણ ઉપાય
cracked heels

Follow us on

શિયાળાની ઋતુમાં હીલ્સ ફાટવાની સમસ્યા સામાન્ય છે. ઠંડા અને સૂકા પવનો ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં હીલ્સની સંભાળ રાખવી વધુ મુશ્કેલ બની જાય છે. હકીકતમાં ઘરના કામ કરતી વખતે, સ્ત્રીઓ ઘણીવાર ધૂળ, ભીની માટી અને પાણીમાં આખો દિવસ ઉઘાડા પગે રહે છે. જે ન માત્ર તેમના સ્વાસ્થ્યને અસર કરે છે પરંતુ એડીઓમાં તિરાડ પણ પડે છે.

દુખાવાની સાથે-સાથે આ તિરાડની એડીમાં બળતરા અને ક્યારેક રક્તસ્ત્રાવની સમસ્યા પણ રહે છે. આપણે ઘણીવાર આપણી ત્વચાની ખૂબ જ સારી રીતે કાળજી રાખીએ છીએ, પરંતુ આપણા પગની સંભાળ રાખવાનું ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં સ્કિનકેર એક્સપર્ટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને તિરાડ પડી ગયેલી હીલ્સને ઠીક કરવા અને તેને સોફ્ટ રાખવા માટે ઘરે જ ક્રીમ બનાવવાની રીત શેર કરી છે.

તમે આ ક્રીમ ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો અને તમારી તિરાડ પડી ગયેલી હીલ્સને ફરી એકવાર નરમ બનાવી શકો છો.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ફાટેલી એડી માટે હોમમેઇડ ક્રીમ

  • પેટ્રોલિયમ જેલી – ½ વાટકી
  • ગ્લિસરીન – 2 ચમચી
  • જોજોબા તેલ – 5 ટીપાં

ક્રીમ કેવી રીતે બનાવવી

  • સૌથી પહેલાં એક ડબ્બીમાં પેટ્રોલિયમ જેલી ભરીને ગરમ પાણીમાં રાખો.
  • જ્યારે પેટ્રોલિયમ જેલી બરાબર ઓગળી જાય ત્યારે તેને એર ટાઈટ કન્ટેનરમાં મૂકી દો.
  • હવે તેમાં 2 ચમચી ગ્લિસરીન અને જોજોબા તેલના થોડા ટીપાં ઉમેરો અને મિક્સ કરો.
  • જ્યારે બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય, ત્યારે તેને બંધ કરો અને તેને સ્થિર થવા માટે રાખો.
  • ક્રીમ સારી રીતે સેટ થઈ ગયા પછી, રાત્રે સૂતા પહેલા તેને તમારી ફાટેલી હીલ્સ પર લગાવો.
  • ફાટેલી હીલ્સની સમસ્યા દૂર થયા પછી પણ તમે સોફ્ટ હીલ્સ મેળવવા માટે આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો.

ગ્લિસરીન ત્વચાને આરામ આપે છે

પેટ્રોલિયમ જેલી અને ગ્લિસરીન બંનેમાં ભેજયુક્ત ગુણધર્મો છે જે ડ્રાઈ અને ફાટેલી સ્કીનને નરમ અને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. જોજોબા તેલમાં કુદરતી ઉપચાર ગુણધર્મો છે અને તે ડેમેડ સ્કીનને ઠીક કરવામાં મદદ કરી શકે છે.

ગ્લિસરીનમાં ત્વચાને આરામ આપી શકે તેવા ગુણધર્મો હોય છે, જે ખંજવાળ અથવા બર્નિંગ જેવી અને ફાટેલી હીલ્સ સાથે સંકળાયેલા પ્રોબ્લેમ માંથી રાહત આપવામાં ફાયદાકારક થઈ શકે છે. જોજોબા તેલ વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે જે ત્વચાને પોષણ આપે છે અને ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને ઉકેલો જે તે એક્સપર્ટ પર આધારિત છે. અમે તેને સમર્થન આપતા નથી. તેને અપનાવતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.)

Next Article