ચૂંટણીના ઘમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા દિલ્હી CM કેજરીવાલ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો આદેશ આપ્યો છે અને તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ જામીન મળ્યા છે. તે જ સમયે, EDએ ન માત્ર વચગાળાના જામીનનો વિરોધ કર્યો ન હતો, પરંતુ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને ઘેરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. ઇડી કેજરીવાલને લિકર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાવી રહી હતી.
દિલ્હી લિકર કૌભાંડ મામલે આજે વધુ એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. કે કવિતાના જામીન કેસમાં હાઈકોર્ટે EDને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. દિલ્હીની વિવાદાસ્પદ આબકારી નીતિ અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાની જામીન અરજી નીચલી વિશેષ અદાલતે ફગાવી દીધી છે. કવિતાએ હાઈકોર્ટમાં નીચલી અદાલતને આદેશને પડકાર્યો હતો અને જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ EDની દલીલોને સ્વીકારીને કવિતાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે કવિતા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
સુપ્રીમ કોર્ટ તરફથી કેજરીવાલને વચગાળાના જામીન મળતા જ તેમને લેવા માટે પંજાબના સીએમ ભગવંત માન, કેજરીવાલના પત્ની સુનિતા અને તેમની બંને દીકરીઓ તિહાડ જેલ પહોંચ્યા હતા. તેઓ કેજરીવાલને લઈને સીધા ઘરે જવા નીકળી ગયા હતા.
કેજરીવાલ તેમની ગાડીનું સનરૂફ ખોલી બહાર આવ્યા અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ “તમારી વચ્ચે આવીને મને સારુ લાગી રહ્યુ છે. મે કહ્યુ હતુ કે હું જલ્દી આવીશ, આવી ગયોને, આપ સહુનો આભાર વ્યક્ત કરવા માગુ છુ અને સુપ્રીમ કોર્ટના ન્યાયધિશોનો પણ આભાર વ્યક્ત કરુ છુ. ”
જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમનો આગળનો પ્લાન જણાવ્યો હતો. તેમણે કહ્યુ કે કાલે 11 વાગ્યે કનોટ પ્લેસ પર હનુમાન મંદિરના દર્શન કરશે અને 1 વાગ્યે પાર્ટી ઓફિસે પ્રેસ કોન્ફરન્સ કરશે.
કેજરીવાલના જામીન પર ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર પ્રતિક્રિયા આપી છે કે આ વચગાળાનો આદેશ છે. તેમણે આત્મસમર્પણ કરવુ પડશે. તે ગમે ત્યાં પ્રચાર કરી શકે છે.
આ પણ વાંચો: ભગવાન પરશુરામ આજે પણ તેમના આ શિષ્યની જોઈ રહ્યા છે રાહ- જાણો કોણ છે એ શિષ્ય
દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:16 pm, Fri, 10 May 24