નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની 5મી અને અંતિમ T20 મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જામશે મુકાબલો- તસ્વીરો

|

Feb 05, 2024 | 9:18 PM

વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યુ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની 5મી અને અંતિમ T20 મેચ આ સ્ટેડિયમમાં રમાવાની છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવાને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની અંતિમ T20 મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

2 / 5
દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીમાં ભારત હાલ શ્રેણીમાં 3-1થી આગળ છે. તેમણે છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 22 રનથી હરાવીને શ્રેણી જીતી હતી. વિક્રાંત કેનીની કેપ્ટન્સીમાં ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમે નમો સ્ટેડિયમમાં તાલીમ લીધી હતી.

3 / 5
નમો સ્ટેડિયમમાં પ્રેકટિસ દરમિયાન કેપ્ટન ક્રેનીએ જણાવ્યુ કે  "વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવું એ અમારા દિવ્યાંગ ક્રિકેટરો માટે ખરેખર ગર્વની ક્ષણ છે. અમારા માટે તે એક મોટી તક છે, કારણ કે અમે વિશ્વ-કક્ષાના સ્ટેડિયમમાં રમી રહ્યા છીએ, જ્યાં વિશ્વના ટોચના ક્રિકેટરોએ તેમની બતાવી દર્શાવી છે. કેનીએ જણાવ્યું કે અમે પણ એવું જ કરવાની આશા રાખીએ છીએ.

4 / 5
બંને ટીમના કેપ્ટને શ્રેણીની ટ્રોફી સાથે પોઝ આપી સ્ટેડિયમમાં ફોટોશુટ કરાવ્યુ હતુ. .

5 / 5
DCCI (ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ના જનરલ સેક્રેટરી રવિ ચૌહાણે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનો તમામ દિવ્યાંગ ક્રિકેટરો વતી આભાર માન્યો અને કહ્યું કે શ્રેષ્ઠ વાતાવરણમા અમે આ ઉત્તમ આયોજન કર્યું. તેમણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમારા ક્રિકેટરોને દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સમાન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે.

Published On - 9:10 pm, Mon, 5 February 24

Next Photo Gallery