બિગ બોસ ફેમ Abdu Rozik એ કરી લીધી સગાઈ, તસવીરોમાં દેખાઈ મંગેતરની ઝલક, જુઓ-Photo

|

May 11, 2024 | 1:50 PM

'બિગ બોસ 16' ફેમ અબ્દુ રોજિકે સગાઈ કરી લીધી છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અબ્દુ તેની મંગેતરને સગાઈની વીંટી પહેરાવતો જોવા મળે છે. આ સમય દરમિયાન, તે સૂટ અને બૂટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે.

1 / 5
એમાં કોઈ શંકા નથી કે સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બોસમાં જોવા મળેલો અબ્દુ રોજિક દરેકનો ફેવરિટ છે. તે પોતાના વ્યક્તિત્વથી દરેકને પ્રભાવિત કરે છે. બિગ બોસના હોસ્ટ અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતે તેની ખૂબ જ નજીક છે. તાજેતરમાં જ સલમાન એક ઈવેન્ટમાં અબ્દુને પણ મળ્યો હતો. હવે ભારત સહિત વિશ્વભરના દર્શકોના ફેવરિટ એવા અબ્દુ રોજિકે સગાઈ કરી લીધી છે.

2 / 5
અબ્દુની સગાઈની તસવીરો પણ આ દરમિયાનની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે તેની મંગેતરની ઝલક બતાવી હવે આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને શુભચ્છા પાઠવી રહ્યા છે.

3 / 5
અબ્દુએ શેર કરેલા ફોટામાં જોઈ શકાય છે કે અબ્દુ રોઝિકે બ્લેક આઉટફિટ પહેર્યો છે અને ટ્રેડિશનલ વેરમાં જોવા મળી રહ્યો છે. જ્યારે તેની મંગેતર સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. જોકે અબ્દુએ શેર કરેલા ફોટામાં તેની ભાવિ પત્નીનો ચેહરો બતાવવામાં આવ્યો નથી પણ તેની એક જલક દેખાઈ રહી છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘અલહમદુલિલ્લાહ’. આ અવસર પર તેમને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે.

4 / 5
આ પહેલા તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાની સગાઈની જાહેરાત કરતી વખતે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. તેણે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું - મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલો ભાગ્યશાળી હોઈશ અને મને કોઈ એવી વ્યક્તિ મળશે જે મારી ખામીઓને નજરઅંદાજ કરશે અને મને પ્રેમ અને સન્માન આપશે.

5 / 5
7મી જુલાઈ એ અબ્દુ લગ્ન કરવાનો છે.અબ્દુ રોજિકની વાત કરીએ તો તે ગાયક, અભિનેતા, બોક્સર અને બિઝનેસમેન પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે. હવે જોવાનું એ રહે છે કે ભારતના કયા સ્ટાર્સ તેમના લગ્નમાં હાજરી આપે છે.

Next Photo Gallery