ડાંગના બાગેશ્વર ધામ તરીકે પ્રખ્યાત છે અર્ધનારેશ્વર બિલમાળ ધામ, જુઓ તસવીર

|

Mar 08, 2024 | 6:39 PM

મહાશિવરાત્રી નિમિતે ડાંગ જિલ્લાના શિવાલયો હરહર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા. ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ડાંગનું બાગેશ્વર ધામ ગણાતું અર્ધનારેશ્વર બિલમાળ ધામ ખાતે ભોલેનાથના ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

1 / 5
મહાશિવરાત્રીનો તહેવાર ડાંગ સહીત સમગ્ર રાજ્યમાં ધામધૂમ થી ઉજવાય છે, ત્યારે દંડકારણ્ય વન તરીકે જાણીતું ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર બિલમાળ ધામ ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરના મહંત ભાવિક ભક્તો માટે અનેક દુઃખ દર્દ દૂર કરતા હોવાની આસ્થાને પગલે અહીં લાખ્ખો ભાવિકો ઉમટી પડ્યા હતા.

2 / 5
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ચમત્કારિક અર્ધનારેશ્વર બિલમાળ ધામ ખાતે નાગ જ્યોતિર્લિંગના ચમત્કારિક દર્શન થી અનેક બાધાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા લોકોમાં છે. જેણે કારણે આસ્થા સાથે લોકો અહીં આવતા હોય છે.

3 / 5
ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મહાશિવરાત્રીનો પર્વ ઉજવાયો હતો

4 / 5
અહીં  દર રવિવાર ,સોમવાર ,મંગળવારે  દરબાર લાગતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો પોતાની સમસ્યાનું નિરાકરણ માટે હાજરી લગાવે છે. મહાશિવરાત્રી નિમિતે બિલમાળ અર્ધનારેશ્વર ધામમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જામવા સાથે બપોરે 12 વાગ્યાની આરતી બાદ મહંત અનેકરૂપી મહારાજનું મુખ દર્શન અને ભોળાનાથના દર્શન માટે ભારે ભીડ જામી હતી.

5 / 5
આ  સાથે જ ડાંગ જિલ્લાના વાસુર્ણા સંસ્કૃતિ ધામ ખાતે હવન યજ્ઞ ,પૂજા અર્ચના રાખવામાં આવી હતી .તેમજ બરમ્યાવડ ખાતે પણ સ્વયભૂ ભોળા શંકર ભગવાન ને દુગ્ધા અભિષેક કરી ભાવિક ભક્તો પાવન  થયા હતા .

Published On - 6:38 pm, Fri, 8 March 24

Next Photo Gallery