અમદાવાદ ખાતે EDII દ્વારા ભારતીય પરંપરા સાથે 30 અનોખી હસ્તકળાનું પ્રદર્શન ફેશન શૉ રૂપે યોજાયું, જુઓ તસવીરો

|

Mar 04, 2024 | 6:38 PM

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) દ્વારા તાલીમ મેળવનારા હસ્તકલા સેતુ કારીગરો રવિવારે યોજાયેલા એક અનોખા ફેશન શૉમાં પરંપરાગત ભારતીય હસ્તકલાની બેનમૂન સુંદરતા તથા ટોચના ડિઝાઈનર્સની સમકાલિન શૈલીને એકસાથે લાવ્યા હતા. આ ઇવેન્ટ ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ દ્વારા સમર્થિત એક અગ્રણી પહેલ હસ્તકલા સેતુ દ્વારા આયોજિત ત્રણ દિવસના હસ્તકળા પ્રદર્શન રંગ સૂતનો એક ભાગ હતો.

1 / 7
‘આર્ટિસ્ટ્રી અનવેઇલ્ડ’ ફેશન શો ત્રણ દિવસીય ઇવેન્ટના કેન્દ્રસ્થાને હતો જેના માટે કારીગરોએ અગ્રણી ભારતીય ફેશન ડિઝાઇનરો સાથે મળીને આધુનિક સુંદરતા સાથે પરંપરાગત કારીગરીનું સરળ રીતે મિશ્રણ કરનારું વસ્ત્રોનું એક અનન્ય કલેક્શન તૈયાર કર્યુ હતું.

2 / 7
ત્રણ દિવસની આ ઇવેન્ટનું ઉદ્ઘાટન શુક્રવારે પહેલી માર્ચે હતું. બીટુબી નેટવર્કિંગ ઇવેન્ટ પણ યોજાઈ હતી જેમાં ભાગ લેનારા 40 જેટલા કારીગરો વિચારોના આદાનપ્રદાન તથા નવી ભાગીદારીઓ રચવા માટે ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાયા હતા.

3 / 7
ત્રણ દિવસની આ ઇવેન્ટમાં ભાગ લેનારને સૂફ-વર્ક, પટોળા, બાંધણી, કલા કોટન, કચ્છી એમ્બ્રોડરી, બીડવર્ક, ભાદોહી રગ્સ, પૈઠણી, બનારસી સિલ્ક, ભાગલપુર સિલ્ક, બ્રોકેડ્સ, પશ્મિના, એપ્પલિક વર્ક, કન્નૌજના અત્તર અને ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કાશ્મીર અને આંધ્ર પ્રદેશના અજરખ જેવી 30 અનોખી હસ્તકળાનું પ્રદર્શન કરતા એક વાઇબ્રન્ટ માર્કેટપ્લેસને નિહાળવાની તક મળી હતી.

4 / 7
અનુજ શર્મા, પૂર્વી જોશી, અર્ષના મંધવાણી, ઋતુજા શાહ, ચિનાર ફારૂકી, ક્રિષ્ના પટેલ, અર્પિત અગ્રવાલ અને નિશિગંધા ખલાડકર સહિતના પ્રખ્યાત ડિઝાઇનરોએ પરંપરાગત વણાટ અને કાપડને સમકાલિન આર્ટવર્કમાં ફેરવીને શોમાં તેમની કુશળતા દર્શાવી હતી.

5 / 7
EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાએ કારીગરો અને ડિઝાઈનર્સ વચ્ચેના સહયોગ અંગે જણાવ્યું હતું કે “આ ઇવેન્ટમાં રજૂ કરાયેલી સમકાલીન ડિઝાઇન સાથે પરંપરાગત કારીગરીનું મિશ્રણ આપણા કારીગરોની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મકતાનો પુરાવો છે.

6 / 7
તેમને જરૂરી કૌશલ્યો અને સહાય પૂરી પાડીને અમે ફક્ત અમારા વારસાને જ સાચવી રહ્યા નથી પરંતુ આર્થિક સમૃદ્ધિ માટે નવા રસ્તાઓ પણ બનાવી રહ્યા છીએ. ઈડીઆઈઆઈ અને કુટિર ઉદ્યોગ કમિશ્નર કચેરી વચ્ચેની આ ભાગીદારી એ ગુજરાતના કારીગર સમુદાયો માટે જીવંત અને ટકાઉ ભવિષ્યના નિર્માણ તરફનું એક પગલું છે તેમ સુનીલ શુક્લાએ જણાવ્યું.

7 / 7
વર્ષ 2020માં શરૂ કરાયેલી હસ્તકલા સેતુ યોજના 33,800 કારીગરોને જાગૃત કર્યા છે અને 21,000થી વધુ કારીગરોએ ગુજરાતના 33 જિલ્લાઓમાં એડવાન્સ્ડ ટ્રેનિંગ મેળવી છે જેમાં વ્યવહારિક કૌશલ્ય તથા બજારની તકો પૂરી પાડવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના કુટિર ઉદ્યોગ કમિશ્નર કચેરીના મહત્વના ભાગીદાર તરીકે ઈડીઆઈઆઈ રાજ્યમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને તથા ઉદ્યોગ સાહસિકતાનું જતન કરવા માટે પ્રતિબદ્ધ છે.

Next Photo Gallery