Akshaya Tritiya 2024: ટૂંક સમયમાં આવી રહ્યો છે સોનું અને ચાંદી ખરીદવાનો સૌથી શુભ સમય, નોંધી લો દિવસ અને સમય

|

May 05, 2024 | 5:51 PM

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવુ શુભ માનવામાં આવએ છે. જાણો અક્ષય તૃતીયા પર નવો ધંધો શરૂ કરવા અને સોનું, ચાંદી, વાહન, જમીન કે મકાન ખરીદવા માટે કયું શુભ મુહૂર્ત છે.

1 / 7
હિન્દુ તહેવારમાં કોઈ પણ ખરીદી કરતી વખતે પહેલા મુહૂર્ત જોવામાં આવે છે. ધનતેરસની જેમ અક્ષય તૃતીયાના તહેવારનું પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ શુભ દિવસે લોકો સોના-ચાંદી, વાહન, જમીન અથવા તો ઘર ખરીદવાનું પસંદ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે નવો ધંધો કે દુકાન ખોલવાથી પણ સારું પરિણામ મળે છે.

2 / 7
આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવવામાં આવશે. આ અવસર પર જાણી લો કે સોનું ખરીદવાનો યોગ્ય સમય કયો હશે. તાજેતરમાં, કાશીના પ્રસિદ્ધ જ્યોતિષી પંડિત સંજય ઉપાધ્યાયે અક્ષય તૃતીયા પર ખરીદી માટેનો શુભ સમય જણાવ્યો હતો. નિષ્ણાતોના મતે આ શુભ દિવસે કરવામાં આવેલ કોઈપણ કાર્ય શુભ ફળ આપે છે. વૃષભ અને સિંહ રાશિના જાતકો માટે, નવો વ્યવસાય શરૂ કરવા અથવા દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે આ ઉત્તમ સમય છે.

3 / 7
વૃષભ રાશિનો સમય સવારના 5:45 થી 7:25 સુધીનો છે, સિંહ રાશિ માટેનો સમય બપોરે 12:07 થી 2:21 સુધીનો છે. પંડિત સંજય ઉપાધ્યાય આ સમયગાળા દરમિયાન વ્યવસાય સંબંધિત કોઈપણ કામ કરવાની સલાહ આપે છે.

4 / 7
જો તમે આ દિવસે સોનું, ચાંદી, વાહન, જમીન અથવા ઘર ખરીદવા માગતા હોવ તો પંડિતે કહ્યું કે આ માટે યોગ્ય અને શુભ સમય બપોરે 12:01 થી 2:21 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન ખરીદી કરીને, તમે તમારી મહેનતની કમાણીનું યોગ્ય પરિણામ મેળવી શકો છો.

5 / 7
સમગ્ર ભારત અને નેપાળના ભાગોમાં, હિન્દુઓ અને જૈનો અક્ષય તૃતીયાની ઉજવણી કરે છે. આ દિવસ નવા સાહસો, લગ્ન, દાન અને સોના અને મિલકતમાં રોકાણનું પ્રતીક છે. ધર્મ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ, પરશુરામ અને હયગ્રીવના અવતારોનો જન્મ થયો હતો.

6 / 7
પરશુરામને વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણ યોદ્ધા તરીકે ઓળખવામાં આવે છે જે દુષ્ટતાને હરાવીને સંતુલન અને સચ્ચાઈને પુનઃસ્થાપિત કરવા માટે જવાબદાર છે, જ્યારે હયગ્રીવ વિષ્ણુના ઘોડાના માથાવાળા અવતાર અને જ્ઞાન અને શાણપણના દેવ તરીકે ઓળખાય છે. આ દિવસે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ત્રેતાયુગ આ તિથિથી શરૂ થયો હતો, જે દરમિયાન ભગવાન રામનો જન્મ થયો હતો.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે.

Published On - 5:50 pm, Sun, 5 May 24

Next Photo Gallery