Gujarati News Photo gallery Big leaders along with their wives and family members voted in the polling station in the Lok Sabha elections 2024
Vote With Wife : નેતાઓએ અર્ધાંગિની સાથે ભોગવ્યો મતાધિકાર, જુઓ તસ્વીરો
Vote With Wife : આજે એટલે કે 07 May 2024ના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો છે. આ નેતાઓએ પત્ની સાથે મતાધિકાર કરીને લોકોને મત આપવાની અપીલ કરી છે.
1 / 10
હુબલી : કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા પ્રહલાદ જોશી તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.
2 / 10
સિહોર : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમની પત્ની સાધના સિંહ અને પુત્રો કાર્તિકેય સિંહ ચૌહાણ અને કુણાલ સિંહ ચૌહાણ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
3 / 10
કલબુર્ગી: પત્ની રાધાબાઈ ખડગે સાથે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મતદાન કર્યા પછી શાહીથી ચિહ્નિત આંગળી બતાવી હતી.
4 / 10
ભાવનગર: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પત્ની નીતા સાથે ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન શાહી લગાવેલી આંગળીઓ બતાવી હતી.
5 / 10
બેલગામ : પરિવારના સભ્યો સાથે ભાજપના નેતા જગદીશ શેટ્ટર વિશ્વેશ્વરાય નગર મતદાન મથક પર મત આપ્યા હતા.
6 / 10
હાવેરી: કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ અને હાવેરીથી ભાજપના ઉમેદવાર બસવરાજ બોમાઈએ પરિવારના સભ્યો સાથે મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને મત આપવા સંદેશો આપ્યો હતો.
7 / 10
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ, પુત્ર જય શાહ અને પુત્રવધૂ રિશિતા પટેલ સાથે મતદાન કર્યું હતું.
8 / 10
રત્નાગીરી : મહારાષ્ટ્રના રત્નાગીરીમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પરિવારના સભ્યો સાથે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું હતું
9 / 10
સોલાપુર: કોંગ્રેસના સિનિયર નેતા સુશીલકુમાર શિંદે તેમના પરિવારના સભ્યો સાથે ત્રીજા તબક્કા દરમિયાન મતદાન કર્યું હતું.
10 / 10
કામરૂપ : આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને તેમના પરિવારના સભ્યો લોકસભાના ત્રીજા તબક્કા દરમિયાન મતદાન મથક પર મતદાન કર્યું હતું