ચીને દરિયામાં ઊભેલા જહાજમાંથી લોન્ચ કર્યું રોકેટ, દુનિયા ચોંકી ઉઠી…જુઓ ફોટો

|

Jan 12, 2024 | 10:55 PM

ચીને 11 જાન્યુઆરી 2024ના રોજ દરિયામાં ઊભેલા જહાજ પરથી રોકેટ લોન્ચ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ રોકેટનું નામ ગ્રેવીટી-1 છે. ચીનની કંપની ઓરિયનસ્પેસે જણાવ્યું હતું કે પ્રથમ પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. તમામ ઉપગ્રહો તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચી ગયા છે.

1 / 6
11 જાન્યુઆરી 2024ના રોજ ચીનની કંપની Orionspaceનું નવું રોકેટ દરિયામાં ઊભેલા જહાજ પરથી લોન્ચ થયું. આ રોકેટનું નામ ગ્રેવીટી-1 છે. આ રોકેટમાં ત્રણ યુન્યાઓ-1 ઉપગ્રહ હતા. આ કોમર્શિયલ સેટેલાઇટ હવામાન સંબંધિત માહિતી આપશે.

2 / 6
ઓરિયનસ્પેસે જણાવ્યું હતું કે પ્રથમ પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. તમામ ઉપગ્રહો તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચી ગયા છે. ગ્રેવિટી રોકેટ 6500 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવાની શક્તિ ધરાવે છે.

3 / 6
 આ ચીનનું સૌથી શક્તિશાળી કોમર્શિયલ રોકેટ છે. જે માત્ર સોલિડ ફ્યુઅલ લોન્ચર પર ચાલે છે. સામાન્ય રીતે રોકેટમાં ઘન અને પ્રવાહી બંને ઇંધણનો ઉપયોગ થાય છે. તેને વિશ્વનું સૌથી શક્તિશાળી સોલિડ ફ્યુઅલ રોકેટ કહેવામાં આવી રહ્યું છે.

4 / 6
 ઓરિયનસ્પેસ આવા વધુ રોકેટ બનાવવાની તૈયારી કરી રહી છે. કારણ કે ગ્રેવિટીની સફળતાએ તેને હિંમત આપી છે. આ પછી ગ્રેવિટી-2 રોકેટ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં કોર સ્થિર પ્રવાહી ઇંધણનું હશે, જ્યારે બૂસ્ટર ઘન ઇંધણ રોકેટ હશે.

5 / 6
ઓરિયનસ્પેસ 2025માં ગ્રેવિટી-2 રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ રોકેટ 25.6 ટન વજનના ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલશે. આ પછી ગ્રેવિટી-3 રોકેટ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જેનું કોર એન્જિન માત્ર ગ્રેવીટી-2 હશે. પરંતુ તે અમેરિકાના ફાલ્કન-9 રોકેટ જેવા બુસ્ટરથી સજ્જ હશે. તે 30.6 ટનના ઉપગ્રહો લોન્ચ કરી શકશે.

6 / 6
ચીનમાં અવકાશ ઉદ્યોગમાં ખાનગી કંપનીઓ ઝડપથી આગળ આવી રહી છે. રોકેટથી લઈને સેટેલાઇટ અને અન્ય સાધનો પણ બનાવવામાં આવી રહ્યા છે. ચીને 2022માં કુલ 64 ઓર્બિટલ મિશન લોન્ચ કર્યા હતા. જ્યારે ગત વર્ષે 67 મિશન લોન્ચ કરવામાં આવ્યા હતા.

Next Photo Gallery
રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ, 350 ફૂટ લાંબો હાર અયોધ્યા મોકલશે
મહેસાણાના વિસનગર APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 3240 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ