TV9 GUJARATI | Edited By: krushnapalsinh chudasama
Feb 08, 2024 | 1:30 PM
ઝીનત ખાનનો જન્મ 19 નવેમ્બર 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઝીનત અમાનને સૌપ્રથમ તેના મોડેલિંગ કાર્ય માટે ઓળખ મળી હતી, અને 19 વર્ષની ઉંમરે એક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, તેમજ ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધા જીતી હતી.
ઝીનત અમાનનો જન્મ 19 નવેમ્બર 1951ના રોજ થયો હતો.તેના પિતાનું નામ અમાનુલ્લા ખાન છે,ઝીનત અમાનની ખુબ નાની ઉંમર હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા.જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.શાળાકીય શિક્ષણ પંચગનીમાં પૂર્ણ કર્યું અને વધુ અભ્યાસ માટે લોસ એન્જલસમાં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં ગઈ હતી,
ઝીનતના પિતા બોલિવુડના સ્ક્રિનરાઈટર હતા, જેમણે 'મુગલ-એ-આઝમ' અને 'પાકીઝા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો લખી છે. તે હંમેશા 'અમન' નામથી સ્ક્રિપ્ટ લખતા હતા, તેથી ઝીનતે પણ પોતાની અટક ખાનને બદલે 'અમાન' લખવાનું શરૂ કર્યું અને આ નામથી પ્રખ્યાત થઈ.
ઝીનત અમાને પોતાની કારકિર્દીમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. અભિનેત્રીએ તેની કારકિર્દીના શિખર પર સંજય ખાન સાથે લગ્ન કર્યા, પરંતુ તેમના લગ્નના થોડા સમયમાં તેઓ અલગ થઈ ગયા.
સંજય પછી ઝીનતે મઝહર ખાન સાથે લગ્ન કર્યા. જેનાથી તેમને બે પુત્રો જહાન અને અઝાન ખાન છે.ઝીનતનો પુત્ર ઝહાન ખાન બોલિવૂડમાં એક્ટિવ છે. જે મ્યુઝિક કમ્પોઝરની સાથે એક્ટર પણ છે.
ઝીનત અમાનની ગણતરી બોલિવુડમાં ટોચની અભિનેત્રીઓમાં થતી હતી. ઝીનત 70 અને 80ના દાયકામાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી.
ઝીનતે કહ્યું કે તેને તેના પતિના અંતિમ સંસ્કારમાં પણ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.16 સપ્ટેમ્બર 1998ના રોજ કિડની ફેલ થવાને કારણે મઝહરનું અવસાન થયું હતું.
70ના દાયકામાં પોતાની શાનદાર એક્ટિંગથી ભારતીય સિનેમામાં પોતાની ઓળખ બનાવનાર ઝીનત અમાન હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઝીનત અમાને ફિલ્મ 'સત્યમ, શિવમ, સુંદરમ'માં પોતાના ગ્લેમરસ સ્ટાઈલથી ધૂમ મચાવી હતી.
ઝીનત અમાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઝીનત અમાન તેના ઈન્સ્ટાગ્રામ પર તેના જીવનની રસપ્રદ સ્ટોરીઓ અને ફોટો શેર કરતી રહે છે.
ઝીનત અમાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મોટા પડદા પર પોતાની અદભુત અભિનયથી પોતાનો જાદુ ફેલાવ્યા બાદ હવે પીઢ અભિનેત્રી ઝીનત અમાન 'શોસ્ટોપર'થી ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. જેની ચાહકો રાહ જોઈ રહ્યા છે.