Meera Kansagara |
Feb 10, 2024 | 9:35 AM
અભિનેત્રી શમિતા શેટ્ટીએ તાજેતરમાં તેના ફેન્સને આનંદ થાય અને ગુજ્જુને ગર્વ થાય તેવા ફોટો શેર કર્યા છે.
એકટ્રેસ શમિતાએ ગુજરાતી ફૂડ આરોગીને પોતાની ખુશીને જાહેર કરી છે. તેને પોતાના હૃદયસ્પર્શી ભાવથી વડોદરામાં ગુજરાતી ભોજન જમ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ઉંધીયુથી ખમણ અને ઢોકળાંથી કચોરી સુધી, ગુજરાતના સમૃદ્ધ રસોઈ વારસાને દર્શાવતી રંગબેરંગી વાનગીઓથી ટેબલ શણગારવામાં આવ્યું હતું. ગુજરાતી ભોજનમાં શેટ્ટીનો આનંદ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતો
તેણે પોતાના કેપ્શનમાં લખ્યું કે, પોતે આહારનું બેલેન્સ જાણવી રાખે છે. પોતે ઘણી વાર આ નિયમોને તોડીને પ્રસંગોપાત ભોજનનો મસ્ત આનંદ માણી લે છે. અને ભોજનના બધા નિયમોને થોડીવાર માટે ભૂલી જાય છે.
શમિતા શેટ્ટીને વિવિધ ગુજરાતી ભોજનનો સ્વાદ માણતી જોઈ શકાય છે. ચહેરા પર પણ ગુજરાતી સ્વાદનો આનંદ જોવા મળે છે. તેનું નિખાલસ સ્મિત અને તેના ચહેરા પરના ભાવો દર્શાવે છે કે આપણી બોલીવુડ સુંદરીઓ પણ ગુજ્જુ વાનગીઓને કેટલો પ્રેમ કરે છે.
Published On - 3:11 pm, Thu, 8 February 24