BCCIએ 5 ખેલાડીઓને આપ્યો ‘સ્પેશિયલ કોન્ટ્રાક્ટ’, એક ખેલાડીની છે સૌથી ફાસ્ટ બોલિંગ
40 ભારતીય ક્રિકેટરોને બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો છે. 2023-24 સીઝન માટે ક્રિકેટરોને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેને 4 ગ્રેડમાં ભાગ પાડવામાં આવ્યા છે. એ, એ પ્લસ, બી, સી કેટેગરીમાં સામેલ છે.
1 / 6
ગ્રેડ એ પ્લસમાં સામેલ ખેલાડીઓને વર્ષના 7 કરોડ રુપિયા મળે છે. એ ગ્રેડમાં 5 કરોડ અને બી ગ્રેડમાં 3 કરોડ રુપિયા મળે છે. સૌથી નીચે સી ગ્રેડમાં સામેલ કરવામાં આવેલા વ્યક્તિઓને એક-એક કરોડ રુપિયા આપવામાં આવે છે.પસંદગી સમિતિએ પેસ બોલિંગ કોન્ટ્રાકટની કેટેગરી માટે આકાશ દીપની સાથે વિજય કુમાર શાયક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વવાથ કવેરપ્પા સામેલ છે.
2 / 6
ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચીમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ. તેમણે પોતાના પહેલા જ સ્પેલમાં નવા બોલથી 3 વિકેટ લીધી હતી. આકાશને ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટ મળ્યો છે. બિહારના આકાશ બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
3 / 6
વિદવથ કાવરપ્પા કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.20 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે 80 વિકેટ છે. આ સાથે 18 લિસ્ટ એ મેચમાં 38 વિકેટ લઈ ચૂક્યો છે. રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં તેમણે 10 વિકેટ લીધી હતી. સીઝનની માત્ર 5 મેચમાં તેના નામે 25 વિકેટ છે. ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ તેમણે રમવાની તક મળી હતી.
4 / 6
કર્ણાટકનો ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાખને પણ બીસીસીઆઈએ ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યો છે. તેમણે 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં અત્યારસુધી 86 વિકેટ લીધી છે. તે આઈપીએલમાં આરસીબીની ટીમમાંથી રમે છે.
5 / 6
ઉમરાન મલિક ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલર માનવામાં આવે છે. તે 155 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલ નાંખી ચૂક્યો છે. હાલમાં ઉમરાન ટીમ ઈન્ડિયાથી બહાર છે. 18 ઈન્ટરનેશનલ મેચમાં ઉમરાનના નામે 24 વિકેટ છે.
6 / 6
યુપીના ફાસ્ટ બોલર યશ દયાલે પણ ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટ મળ્યો છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર દયાલે અત્યાર સુધી 23 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તેના નામે 72 વિકેટ છે. તેને ભારતીય ટીમમાં જગ્યા મળી પરંતુ તેને રમવાની તક ન મળી.