Nirupa Duva |
Feb 29, 2024 | 11:06 AM
વુમન્સ પ્રીમિયર લીગ 2024માં મુંબઈ અને યુપીની મેચ દરમિયાન યુપીની કેપ્ટન એલિસા હીલી બાહુબલી બની હતી. તેમણે મેદાન પર ધુસી આવેલા ચાહકને પાઠ શીખવ્યો છે. કારણ કે, તેમણે મેચમાં અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની વિકેટકીપર અને બેટ્સમેન એલિસા હીલી હાલમાં વુમન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સમાં રમી રહી છે. તેમણે બુધવાર 28 ફેબ્રુઆરીના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ એવું કામ કર્યું કે, હવે તેના વખાણ થઈ રહ્યા છે.
આ મેચ દરમિયાન એક વ્યક્તિ કડક સુરક્ષા વચ્ચે મેદાનમાં ઘુસ્યો હતો.યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલી મેદાનમાં ઘૂસેલા વ્યક્તિ સાથે બાહુબલી બની હતી. તમને જણાવી દઈએ કે આ ઘટના મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં બની હતી.
આ દરમિયાન એલિસા હિલીએ એ વ્યક્તિને પકડી લીધો અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ સુરક્ષા કર્મીઓ તરત જ મેદાનમાં ધૂસેલા વ્યક્તિને પકડી લીધો અને મેદાન બહાર લઈ ગયા હતા.
વુમન્સ પ્રીમિયર લીગ 2024 મુંબઈ ઈન્ડિયન્સ વુમન અને યુપી વોરિયર્સ વચ્ચે બુધવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં યુપી વોરિયર્સે મુંબઈ ઈન્ડિયન્સને 21 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું હતું.