બ્રેકિંગ ન્યૂઝ : પહેલા દિવસની રમત સમાપ્ત, ભારત 127 રન પાછળ, પ્રથમ ઈનિંગનો સ્કોર 119/1

|

Jan 25, 2024 | 5:06 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી ગુરુવારથી શરૂ થઈ રહી છે. હૈદરાબાદમાં આજથી પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.

1 / 5
કોચ દ્રવિડે કેએલ રાહુલને વિકેટકીપિંગની જવાબદારીમાંથી મુક્ત કરી દીધો છે. આવી સ્થિતિમાં કેએસ ભરતને પ્લેઇંગ-11માં નિષ્ણાત વિકેટકીપર તરીકે તક આપવામાં આવી છે. ધ્રુવ જુરેલે તેના ડેબ્યુ માટે રાહ જોવી પડશે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

2 / 5
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં એક વિકેટ ગુમાવીને 119 રન બનાવી લીધા હતા.

3 / 5
હાલમાં યશસ્વી જયસ્વાલ 70 બોલમાં 76 રન અને શુભમન ગિલ 43 બોલમાં 14 રન બનાવીને બેટીંગ કરી રહ્યા છે. અત્યાર સુધી બંને વચ્ચે બીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ છે. કેપ્ટન રોહિત શર્માએ 3 ચોગ્ગાની મદદથી 24 રન ફટકાર્યા હતા.

4 / 5
સૌથી મહત્વની વાત એ છે કે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં અત્યાર સુધી માત્ર 23 ઓવર બેટિંગ કરી છે અને એક વિકેટ ગુમાવી છે. તેની પાસે હજુ ત્રણેય રિવ્યુ બાકી છે, પરંતુ ઈંગ્લેન્ડ પહેલાથી જ તેના ત્રણેય રિવ્યુ ગુમાવી ચૂક્યું છે.હવે તેની પાસે આ ઇનિંગમાં અમ્પાયરને પડકારવા માટે કોઈ રિવ્યુ બાકી નથી. પ્રથમ દિવસે 11 વિકેટ પડી અને 365 રન બનાવ્યા. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 246 રન પર સમાપ્ત થયો હતો. ભારત હજુ પણ આ સ્કોરથી 127 રન પાછળ છે.    ટીમ ઈન્ડિયા તરફથી બુમરાહ અને અક્ષરે 2-2 વિકેટ અને જાડેજા-અશ્વિને 3-3 વિકેટ લીધી હતી.

5 / 5
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધારે 70 રન ફટકાર્યા હતા. તેણે આ દરમિયાન 6 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. તે બુમરાહની શાનદાર બોલ પર બોલ્ડ થયો હતો.  તેણે ટેસ્ટ કરિયરની 31મી અને ભારત સામે 5મી ફિફટી ફટકારી હતી.

Published On - 4:50 pm, Thu, 25 January 24

Next Photo Gallery
અશ્વિન-જાડેજાએ તોડ્યો મોટો રેકોર્ડ, ઈંગ્લેન્ડ સામે કર્યું આ અદ્ભુત કામ
હૈદરાબાદમાં જોવા મળી હિટમેનની દીવાનગી, લાઈવ મેચમાં રોહિતના આર્શીવાદ લેવા પહોંચ્યો ફેન