ટીમ ઈન્ડિયાએ ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે મેચ પર પોતાની પકડ મજબૂત કરી
ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમનું પલડું ઈંગ્લેન્ડ કરતા ભારી રહ્યું હતું. બેટિંગ-બોલિંગ બંનેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. ટોપ ઓર્ડરના બેટ્સમેનો બાદ પૂંછડિયા ખેલાડીઓએ પણ બેટિંગમાં પોતાનો દમ બતાવતા બીજા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પર 255 રનની મજબૂત લીડ મેળવી લીધી છે.