IPLની તમામ સિઝનમાં ભાગ લઈ ચૂક્યા છે આ સાત ખેલાડી, જાણો કોણ છે આ ધુરંધરો

|

Mar 08, 2024 | 10:36 PM

2008માં IPLની શરૂઆત થઈ ત્યારથી લઈ 22 માર્ચથી શરૂ થતી 17 મી સિઝન સુધી માત્ર સાત જ ખેલાડીઓ એવા છે જે તમામ સિઝનમાં ભાગ લઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ ખેલાડીઓ ભારતીય છે. આ લિસ્ટમાં સામેલ સાત ખેલાડીઓમાં ચાર ભારતીય ક્રિકેટના સૌથી પોપ્યુલર અને સૌથી સફળ ખેલાડીઓમાં સામેલ છે. 16 વર્ષથી આ સાત સતત IPL માં રમી રહ્યા છે અને આગામી સિઝનમાં રમતા જોવા મળશે.

1 / 7
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું છે. ધોની સતત 16 સિઝનથી IPL માં રમે છે. ધોની IPL માં માત્ર બે ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને પૂણે વોરિયર્સ તરફથી રમ્યો છે અને ટીમની કપ્તાની પણ કરી છે. IPL 2024 પણ ધોની CSK તરફથી રમશે.

2 / 7
સુપર સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા સ્થાને છે. વિરાટ પણ પહેલી સિઝનથી IPL રમી રહ્યો છે, અને ખાસ વાત એ છે કે તે 16 સિઝન માત્ર એક જ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી જ રમ્યો છે. આગામી સિઝનમાં વિરાટ RCB તરફથી રમતો જોવા મળશે.

3 / 7
ત્રીજા ક્રમે છે રોહિત શર્મા. રોહિત IPL નો સૌથી સફળ કેપ્ટન છે. પહેલી ત્રણ સિઝનમાં રોહિત ડેક્કન ચાર્જર્સ તરફથી રમ્યો હતો. 2011માં રોહિત મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો હતો અને ત્યારથી તે મુંબઈ તરફથી રમે છે. IPL 2024 રોહિત કેપ્ટન નહીં એક ખેલાડી તરીકે રમતો જોવા મળશે.

4 / 7
'ગબ્બર' શિખર ધવન આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. શિખર ધવન IPLની પહેલી સિઝનથી અત્યાર સુધી તમામ સિઝનમાં રમ્યો છે. ધવન દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ તરફથી રમ્યો છે. આગામી સિઝનમાં પણ તે પંજાબ તરફથી રમશે.

5 / 7
વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. દિનેશ કાર્તિક પહેલી સિઝનમાં દિલ્હી તરફથી રમ્યો હતો અને આગામી સિઝનમાં તે બેંગલોર તરફથી રમશે. દિનેશ કાર્તિક દિલ્હી, પંજાબ, મુંબઈ, ગુજરાત લાયન્સ, કોલકાતા અને બેંગલોર તરફથી IPL માં રમ્યો છે.

6 / 7
આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે રિદ્ધિમાન સાહા. સાહા IPL ની તમામ સિઝનમાં રમ્યો છે. પહેલી સિઝનમાં કોલકાતા અને આગામી સિઝનમાં ગુજરાત તરફથી રમશે. રિદ્ધિમાન સાહા કોલકાતા, ચેન્નાઈ, પંજાબ, હૈદરાબાદ અને ગુજરાત તરફથી રમી ચૂક્યો છે.

7 / 7
IPL ની તમામ સિઝનમાં રમનાર સાતમો ખેલાડી છે મનીષ પાંડે. મનીષ તમામ 16 સિઝનમાં રમ્યો છે અને આગામી સિઝનમાં પણ રમશે. મનીષ પાંડે મુંબઈ, બેંગલોર, કોલકાતા, પંજાબ, હૈદરાબાદ, લખનૌ અને દિલ્હી તરફથી રમ્યો છે.

Published On - 10:35 pm, Fri, 8 March 24

Next Photo Gallery
ટીમ ઈન્ડિયાએ ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે મેચ પર પોતાની પકડ મજબૂત કરી
WPL 2024: રોમાંચક મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સને એક રને હરાવ્યું